• બુધવાર, 29 જુલાઈ, 2026

avshan nodh

રાજકોટ: જેતપુર નિવાસી હાલ રાજકોટ સોરઠિયા બ્રહ્મક્ષત્રિય સ્વ. મોતીલાલ મોહનલાલ પડિયાના પત્ની મંજુલાબેન (ઉ.77) તે ભારતી મોતીલાલ પડિયા, સરોજબેન ભરતકુમાર વાઢેર, મીતાબેન ભાવેશભાઇ મેર, હિમાંશુ મોતીલાલ પડિયા તથા ઉર્વશીબેન પિયુષકુમાર છાટબારના માતુશ્રી તે સ્વ. ગંગારામ ગોપાલજી જોગી (જેતપુર)ના સુપુત્રી તથા કીર્તિકુમાર ગંગારામ જોગી તેમજ જસુમતીબેન લલિતકુમાર મણિયારના મોટા બહેનનું તા.15ના રોજ અવસાન થયું છે.

અરણિયાળા (તા. મેંદરડા): સોરઠીય શ્રીગોડ માળવીય બ્રાહ્મણ સ્વ. જયંતીભાઇ કાનજીભાઇ પુરોહિતના પત્ની મંગળાબેન (ઉ.87) તે સ્વ. કેશવભાઇના નાનાભાઇના પત્ની તે વાસુદેવભાઇ તથા જયસુખભાઇના ભાભી તે ધારી નિવાસી સ્વ. મણીશંકર પ્રાણજીવનભાઇ ભટ્ટની પુત્રી તે ચુનીલાલ મણીશંકર  ભટ્ટ તથા મનસુખભાઇ મણીશંકર ભટ્ટના બહેન તે મેંદરડા તાલુકા ભાજપ અગ્રણી નરેશભાઇ પુરોહિત, ભારતીબેન ઇન્દુભાઇ ભટ્ટ તથા નીલાબેન ધીરેનકુમાર દવેના માતુશ્રી તે કાર્તિક તથા ખ્યાતિના દાદીનું તા.26 ના રોજ અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી: તા.30 ને ગુરૂવારે અરણિયાળા લેઉવા પટેલ સમાજ ખાતે સાંજે 4 થી 5 રાખેલ છે.

ગઢડા: શ્રીમાળી બ્રાહ્મણ (ઉગામેડી) સુભદ્રાબેન (ઉં.80) તે સ્વ. ઘનશ્યામભાઈ મણીશંકર ઓઝા (દાઠાવાળા)ના પત્ની અને પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ, દિપકભાઈ ઘનશ્યામભાઈ (ઉગામેડી) અને સ્વ.નયનાબેન ત્રિવેદી (તળાજા)ના માતુશ્રી, દર્શનભાઈ, નીમીશાબેનના દાદી અને ત્રિવેદી જગદીશભાઈ રેવાશંકર, કિશોરભાઈ રેવાશંકર (પછેગામ)ના બેનનું તા.25મીએ અવસાન થયું છે. બેસણું તા.30ને ગુરૂવારે સવારે 8 થી સાંજે 6 સુધી ઉગામેડી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ જીરા- સીમરણ હાલ અમરેલી જગદીશભાઇ જીવનલાલ દવે (ઉ.80) તે પુષ્પાબેનના પતિ તથા રાજેશભાઇ (અમદાવાદ)ના મોટાભાઇ તેમજ અતુલભાઇ (સુદર્શન હોસ્પિટલ), રજનીભાઇ અને દિલીપભાઇના પિતા તથા દર્શના યશકુમાર મહેતા (જૂનાગઢ), પલ અને જયના દાદા તથા ચંદ્રિકાબેન, આશાબેન અને આરતીબેનના સસરા તથા દિપ્તીબેન રાજેશભાઇ દવેના જેઠનું તા.26ના અવસાન થયું છે. બેસણુ: તા.30 ને ગુરૂવારે બપોરે 3 થી 6 સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડીગ, અમરેલી ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક