ચક્ષુદાન
રાજકોટ:
કાનજીભાઇ કરસનભાઇ વાડોલીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે.
જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ
અભિયાનમાં કુલ 883 મું ચક્ષુદાન થયું છે.
રાજકોટ:
અરજણભાઈ હમીરભાઈ ચૌહાણ તે કિશનભાઈ, દિવ્યાબેનના પિતા, રાજુભાઈ અને કાંતિભાઈના મોટાભાઈનું
તા.રર ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર4 ના સાંજે 4 થી 6 ઉ-પ03, પરિશ્રમ કો. ઓપરેટિવ સોસાયટી,
સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં, કટારીયા ચોકડી પાસે, ઈસ્કોન મંદિર પાછળ, રાજકોટ છે.
રાજકોટ:
દમયંતીબેન બાલકૃષ્ણભાઇ પંડયા (ઉ.75) તે સ્વ. બાલકૃષ્ણભાઇ સદાશંકર પંડયા (એ.જી.ઓફિસ)ના
પત્ની, કૌશલ, જયદીપ, કેયુરી, રક્ષા, જીજ્ઞાના માતાનું તા.19ના અવસાન થયું છે. બેસણું
તા.23ના સાંજે 5 થી 6ના ભક્તિ આશ્રમ, એ.જી. ચોક, ચમત્કારીક હનુમાનજી મંદિર સામે, કાલાવડ
રોડ, રાજકોટ છે.
જામનગર:
સ્વ. કિશોરભાઇ મનસુખલાલ નાખવા (ઉ.70) તે ભાવનાબેનના પતિ, હેતલ, ભાવિશા અને જ્વલના પિતા,
હિરેનભાઇ કનખરા, નિલેશભાઇ જોઇશર તથા અમિતાના સસરા, તન્મયીના દાદાનું તા.22ના અવસાન
થયું છે. બેસણું તા.23નાં સાંજે 5 થી 5-30 ભાઇઓ- બહેનો માટે કુંવરબાઇ જૈન ધર્મશાળા,
મણીબેન એ.સી. હોલ, પવન ચક્કી, જામનગર છે. લૌકિક ક્રિયાઓ બંધ છે.
તાલાલા
ગિર: નારણભાઇ કરશનભાઇ બાકુ (ઉ.83) તે નલીનભાઇ, જયેશભાઇનાં પિતા, ભગતભાઇ (ગોંડલ)નાં
સસરાનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.23થી 27 સુધી સવારે 8-30 થી સાંજે 6 સુધી
કડવા પટેલ સમાજ, ગલીયાવાડ રોડ, તાલાલા ગિર છે.
ઉપલેટા:
સ્વ. મનસુખલાલ મૂળશંકર પંડયા (પોસ્ટ બચત વાળા)ના પુત્રી, મીનાક્ષીબેન (ઉ.40) તે પારૂલબેન,
દિપલભાઇ, ચેતનાબેન પ્રવીણભાઇ રાવલ અને મનિષાબેન હિતેશભાઇ જોષીના બહેનનું તા.21ના અવસાન
થયું છે. બેસણું તા.24ના સાંજે 4 થી 6 બ્રહ્મસમાજની વાડી, બડા બજરંગ રોડ, ઉપલેટા છે.
રાજકોટ:
સોની મણિલાલ અંબાલાલ રાણપરાના પત્ની રુક્ષ્મણીબેન તે વડોદરા નિવાસી સોની અમૃતલાલ રતનશીભાઇ
પાટડિયાના દીકરીનું તા.21ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.23નાં સાંજે 4 થી
5 ખીજડા શેરી સોની સમાજની વાડી (યુનિટ-1) રાજકોટ
ખાતે રાખેલ છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.
ગોંડલ:
ગોરધનદાસ ધરમદાસ આડવાણી (ઉ.68) તે શારદાબેનના પતિ, મયુર, વંદના, મોનિકાનાં પિતા, તુલસીદાસ,
શ્રીચંદભાઇ (ગોંડલ), ઇશ્વરભાઇ, અશોકભાઇ (સુરત), મહેન્દ્રભાઇ (રાજકોટ)નાં ભાઇનું તા.21નાં
અવસાન થયું છે. ઉઠમણું તા.23નાં સાંજે 5-30 કલાકે સિંધુ ભવન, મહાદેવ વાડી, ગોંડલ છે.
રાજકોટ:
રાણા જગદિશસિંહ કેશુભા (ઉ.73) મૂળગામ વણા હાલ રાજકોટનું તા.21ના અવસાન થયું છે. બેસણું
તા.24ના સાંજે 4 થી 6 સરીતા વિહાર સોસાયટી, કાલાવડ રોડ, સાંસ્કૃતિક ભવનમાં, રાજકોટ
છે.
ગઢડા
(સ્વામીના): પાલિતાણા વાળા હાલ ગઢડા (સ્વામીના) સંધિ અમીનાબેન જાનમહંમદભાઇ સુમરા (ઉ.62)
તે જાનમહંમદભાઇ સુમરાના પત્ની, મર્હુમ જાનમહંમદભાઇ બચુભાઇ સમા, રહીમભાઇ ઉર્ફે કટાભાઇ,
ઉંમરભાઇ ઉર્ફે મુન્નાભાઇના બેન, રજાકભાઇ, જુસબભાઇના
માતા, રફીકભાઇ જાનમહંમદભાઇ સમા ઉર્ફે મુંડાના ફઇ, અમીનભાઇ રસુલભાઇ મધરા (રાજુલા વાળા)ના
સાસુનું અવસાન થયું છે. જીયારત તા.24 ના ભાઇઓ માટે ગઢડા જુમ્મા મસ્જિદમાં સવારે 10
થી 11 તેમજ બહેનો માટે તેમના ઘરે સંધિ ચોકમાં ગઢડા (સ્વામીના) છે.