• સોમવાર, 27 જુલાઈ, 2026

જૂનિયર સ્ક્વોશ વર્લ્ડ કપ ચેમ્પિયન બની ઈતિહાસ રચતી અનાહત સિંહ

ખિતાબ જીતનાર ભારતની પહેલી ખેલાડી

ઓન્ટારિયો (કેનેડા) તા.26 અનાહત સિંહ જૂનિયર સ્ક્વોશ વર્લ્ડ કપ ચેમ્પિયન બનનાર ભારતની પહેલી ખેલાડી બની છે. ફાઇનલ મુકાબલામાં અનાહત સિંહે ઇજીપ્તની ખેલાડી રુકય્યા સાલેમને 11-3, 11-7 અને અને 11-9 પોઇન્ટથી હાર આપી ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી અને જૂનિયર સ્ક્વોશ વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યોં હતો. અનાહતની જીત એટલા માટે ખાસ બની હતી કે 21 વર્ષ બાદ ભારતની કોઇ ખેલાડી સ્પર્ધાના ફાઇનલમાં પહોંચી હતી. અગાઉ 200પમાં જોશના ચિનપ્પા ફાઇનલમાં પહોંચી હતી.

અનાહત સિંહે જૂ. વર્લ્ડ સ્ક્વોશ ચેમિપયનશીપમાં શરૂઆતથી દબદબો બનાવ્યો હતો. તે કુલ 6 મેચ રમી હતી અને ફકત ગેમ ગુમાવી હતી. ફાઇનલમાં પણ શાનદાર દેખાવ કરીને વિશ્વ નંબર બે ઇજીપ્તની ખેલાડી સામેલને 3-0થી હાર આપી ખિતાબ કબજે કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ વિજેતા ભારતીય ખેલાડી અનાહત સિંહની સિધ્ધિને બિરદાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદના ઈજનેર યુવાનનું કેનેડામાં કાર અકસ્માતમાં મૃત્યુ રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે ટક્કર મારતા બન્યો બનાવ July 27, Mon, 2026