• શુક્રવાર, 24 જુલાઈ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: રમેશભાઈ આણંદજીભાઈ જેઠવાનું દુ:ખદ અવસાન થતાં સદગતના પુત્રો મયુરભાઈ અને ગૌરવભાઈ સહિતના પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ચક્ષુદાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા થયું હતું. ડોક્ટર ધર્મેશ શાહે ચક્ષુદાનમાં સહકાર આપેલ હતો. સંસ્થાનું આ 211મું ચક્ષુદાન છે.

ધુન ધોરાજી: સ્વ.ગાંડાલાલ ટીલાવતના પુત્ર સુરેશભાઈ (ઉ.68) તે મનોજભાઈના પિતા, ભીખાભાઈ, સ્વ.િદલીપભાઈના ભાઈનું તા.ર3 ના અવસાન થયું છે.

જામનગર: રમેશભાઈ મજીઠિયા (ઉ.76) તે સ્વ.ગોરધનદાસ નથુભાઈ મજીઠિયા (સાબુ) વાળાના મોટા પુત્ર, પારૂલબેનના પતિ, સ્વ.અવનીબેન દિપેશકુમાર નંદાણી, દીપલ, ભાવિનના પિતા, મુસ્કાન કેવિનકુમાર શેઠ, દાઉ, શ્રીજી, દેવાંશીના દાદા, કોમલબેન તથા રીનાબેનના સસરા, અશ્વિનભાઈ, હરીશભાઈ, અતુલભાઈ, ઈન્દુબેન પ્રવિણકુમાર રૂપારેલીયા, યોજનાબેન યશવંતકુમાર સોમૈયાના મોટાભાઈ, રમાબેન હરસુખલાલ ઘીયાના નાનાભાઈ, સ્વ.મોહનલાલ જેરામભાઈ જીવરાજાની (ગોંડલ) ના જમાઈનું તા.ર3 ના અવસાન થયુ છે. પ્રાર્થના સભા તા.ર4 નાં સાંજે પ થી 6 ઓશવાળ સેન્ટર, કેશવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હોલ, જામનગર ખાતે ભાઈઓ, બહેનોનું પિયર પક્ષની સાદડી સાથે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક