• સોમવાર, 27 જુલાઈ, 2026

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, ઇં-1ઇ ફી રદ

96 લાખ, 57 હજાર રૂપિયાની આકરી ફી વસૂલવાનો નિર્ણય સંધીય કોર્ટે ફગાવી દીધો

વોશિંગ્ટન, તા. 26 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ માટેના નવા ઇં-1 વિઝા પર 96 લાખ 57 હજાર રૂપિયા ( $ 1,00,000)ની સખત ફી વસૂલવાની કરેલી અરજીને ફેડરલ અપીલ્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટના ચુકાદાથી ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો આંચકો લાગ્યો છેટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકી નાગરિકોના બદલે વિદેશી કર્મચારીઓની ભરતી કરતી કંપનીઓને ઉત્સાહિત થતી રોકવા માટે ઇં-1 વિઝા ફીમાં ભારે વધારાની જાહેરાત કરી હતી. બોસ્ટન સ્થિત ફર્સ્ટ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે 20 ડેમોક્રેટિક રાજ્યો દ્વારા કરવામાં આવેલી અરજી પર નીચલી કોર્ટના 8 જૂનના ચુકાદાને યથાવત્   રાખ્યો છે.

કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે, ફી એક ગેરકાયદેસર ટેક્સ સમાન છે, જેને અમેરિકી સંસદ (કોંગ્રેસ) દ્વારા ક્યારેય અધિકૃત કરવામાં આવી નથી. યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ લિયો સોરોકિને પણ તારણ કાઢ્યું હતું કે, એક્ઝિક્યુટિવ બ્રાન્ચે પોતાના અધિકારોનો અનાદર કર્યો છે.

સપ્ટેમ્બર 2025માં જાહેર કરવામાં આવેલી નીતિ બાદ નવી ઇં-1 અરજીઓની માંગમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કોર્ટના દસ્તાવેજો મુજબ, ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં યુએસસીઆઈએસને નવી ફી માળખાં હેઠળ ખૂબ ઓછી ચૂકવણીઓ મળી હતી. જો કે, 96.57 લાખ રૂપિયાની ફી પહેલાથી સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેતાં વિદેશી નાગરિકોને લાગુ પડતી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદના ઈજનેર યુવાનનું કેનેડામાં કાર અકસ્માતમાં મૃત્યુ રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે ટક્કર મારતા બન્યો બનાવ July 27, Mon, 2026