• રવિવાર, 04 મે, 2025

સુરતમાં સગીર વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકાને 5 માસનો ગર્ભ હોવાનું ખુલ્યું

            એક વર્ષમાં બન્નેએ અનેકવાર ઘરે શરીર સંબંધ બાંધ્યા હોવાની અને ગર્ભ પણ સગીરનો હોવાની કબૂલાત

            વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું

            પોલીસે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ મેળવીને હોટલે તપાસ અર્થે જઈ સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્ર કરશે

સુરત, તા.2 : સુરતમાં પૂણા વિસ્તારની શિક્ષિકા 13 વર્ષીય સગીરેને ભગાડી ગઈ હતી. બાદમાં પોલીસે તેને ઝડપી પાડી શિક્ષિકાની પૂછપરછ કરતા નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાની જાણ થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. છેલ્લા એક વર્ષમાં શિક્ષિકા અને 13 વર્ષીય સગીરે અનેકવાર ઘરે શરીરસંબંધ બાંધ્યા હોવાની બંનેએ કબૂલાત કરી છે. આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યુ છે તેમજ શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલુ બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવતા પોલીસ પણ ચકડોળે ચડી ચડી છે. હાલ તો પોલીસ દ્વારા ડીએનએ કરાવી તપાસ કરવામાં આવશે અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શારીરિક શોષણનો ભોગ બનેલા 13 વર્ષીય વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે, તે ધો.5માં અભ્યાસ કરે છે, ટીચર તરીકે માનસી સ્કૂલમાં ભણાવે છે તેમજ પોતાના ઘર પાસે માનસી ટીચર રહે છે અને તેના ઘરે ટયૂશનમાં જાય છે. ટયૂશન માટે જતો ત્યારે માનસી ટીચરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે તેના કહેવાથી એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ગત 25 એપ્રિલના રોજ પોતાના ઘર નીચે રમતો હતો ત્યારે ટીચરે કહ્યું કે સ્કૂલ પાસે આવ, જેથી સ્કુલ પાસે જતાં ત્યાંથી માનસી ટીચર પરવટ પાટિયા, ત્યાંથી વી.આર.મોલ ફરવા લઇ ગયાં હતાં. ત્યાંથી પરત સુરત સ્ટેશન આવી બસમાં બેસીને વડોદરા શહેર ગયાં હતાં. વડોદરા ખાતે રાત્રિના હોટલમાં રોકાણ કર્યું હતુ. ત્યારે માનસી ટીચરના કહેવાથી તેની સાથે એક વખત શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ત્યાંથી નીકળી અમદાવાદ જઈ ત્યાં આખો દિવસ શહેરમાં ફર્યા બાદ રાત્રિના બસમાં બેસીને જયપુર જઈ એક દિવસ રોકાયા હતા. બાદમાં ત્યાંથી દિલ્હી અને ત્યાંથી વૃંદાવન જઈ મંદિરમાં દર્શન કરીને પરત જયપુર જઈ ત્યાંથી પરત અમદાવાદ આવતાં હતાં ત્યારે વચ્ચે રસ્તામાં પોલીસે પકડી પાડયાં હતાં. જેથી પોલીસે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને પુણા પોલીસ આ હોટલ ખાતે તપાસ અર્થે જશે ત્યાંના સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.

આ બનાવમાં પહેલા વિદ્યાર્થીની ઉંમર 11 વર્ષ જણાવવામાં આવી હતી, જોકે પોલીસ તપાસમાં વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે. બાદ નિવેદનમાં વિદ્યાર્થી અને શિક્ષિકાએ શરીરસંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સૌથી મોટો ઘટસ્ફોટ તો મેડિકલ રિપોર્ટ બાદ થયો હતો. શિક્ષિકાને 20 અઠવાડિયાંનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાની જાણ થતાં પોલીસ પણ ચકડોળે ચડી છે. આ સાથે 13 વર્ષીય વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે શિક્ષિકા માનસીને ગર્ભ કોના થકી છે તેની પૂછપરછ કરતાં જણાવ્યું હતુ કે, દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો, આથી તેઓ અવારનવાર એકાંત માણતાં હતાં. તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનુ હોવાનું શિક્ષિકા કહી રહી છે, જોકે પોલીસ ગર્ભમાં રહેલા બાળક અને વિદ્યાર્થીનો ડીએનએ ટેસ્ટ કરાવશે.

શિક્ષિકા ગર્ભવતી હોવાની જાણ થયા બાદ બંનેએ ભાગવાનુ નક્કી કરી પ્લાન બનાવ્યો હતો. બે દિવસ પહેલાં નવી સ્કૂલબેગ તથા નવું સિમકાર્ડ ખરીદ્યું હતુ. ભાગતાં પહેલાં બે દિવસ પહેલાં વિદ્યાર્થી તેના બેથી ત્રણ જોડી કપડાં પણ શિક્ષિકાને આપી આવ્યો હતો. ત્યાર બાદ જે દિવસે ભાગ્યાં ત્યારે પહેલા વિદ્યાર્થીના કપડાં, શૂઝ સહિતની ખરીદી કરી હતી. જેથી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક