• રવિવાર, 04 મે, 2025

આજે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે મુકાબલો

પ્લેઓફમાં પહોંચવાનું કેકેઆરનું સમીકરણ બગાડી શકે છે કે રાજસ્થાન રોયલ્સ

કોલકાતા, તા. 3 : ગત ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ જ્યારે રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે તો તેનું લક્ષ્ય જીત મેળવીને પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવંત રાખવાનું રહેશે. કેકેઆરને લીગ સ્ટેજમાં ચાર મેચ રમવાના છે અને પ્લેઓફ માટે સમીકરણ એકદમ સીધું છે. જે ચારેય મેચ જીતીને 17 અંક સુધી પહોંચવાનું  છે. બીજી તરફ રાજસ્થાનની ટીમ પ્લેઓફમાંથી લગભગ બહાર નીકળી ચુકી છે. તેવામાં રાજસ્થાન ઉપર ખાસ દબાણ રહેશે નહીં અને તેનો સામનો કરવો કેકેઆર માટે મુશ્કેલ બની શકે છે.

કેકેઆરએ ચાર મેચમાંથી બે મેચ ઘરેલુ મેદાન ઉપર રમવાના છે. જેમાં રવિવારે રાજસ્થાન સામે રમ્યા બાદ બુધવારે કોલકાતામાં ચેન્નઈનો સામનો કરશે. આ ઉપરાંત 10 મેના સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે તેના જ મેદાનમાં રમવાના છે. સનરાઈઝર્સની ટીમ પોતાનો ઉત્સાહ ગુમાવી ચૂકી છે પણ બેંગલોરની ટીમ શાનદાર ફોર્મમાં છે. તેવામાં કોલકાતાનો અંતિમ મુકાબલો રોચક થવાની સંભાવના છે.

વર્તમાન સમયની વાત કરવામાં આવે તો કેકેઆરએ પોતાનું તમામ ધ્યાન ઘરેલુ મેદાન ઉપર થનારા બે મેચ ઉપર રાખવું પડશે.રાજસ્થાન અને ચેન્નઈની ટીમ પ્લેઓફમાંથી લગભગ બહાર થઈ  છે.તેવામાં બન્ને ટીમ કોઈ દબાણ વિના મેદાનમાં ઉતરશે અને તેનો સામનો કરવો કેકેઆર માટે સરળ રહેશે નહીં.

કેકેઆરની મોટી ચિંતા ઘરેલુ મેદાનમાં ખરાબ પ્રદર્શન છે. ઈડન ગાર્ડનમાં આ વખતે પાંચ મેચમાંથી માત્ર એકમાં જીત મેળવી છે. જ્યારે પંજાબ સામેનો મેચ વરસાદમાં ધોવાયો હતો.

રવિવારે કેકેઆરનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થવાનો છે. રાજસ્થાનનું પ્રદર્શન અત્યારસુધી નિરાશાજનક રહ્યું છે. તેની ટીમ સાતમાંથી માત્ર એકમાં જીત મેળવી શકી છે અને નીલામી દરમિયાન અપનાવવામાં આવેલી રણનીતિમાં ખામી બહાર આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક