બિચોલીમ, તા. 3 : ગોવાના શિરગાંવમાં લૈરાઈ યાત્રા દરમ્યાન ગઈકાલે શુક્રવારની મોડી રાત્રે અચાનક મચેલી ભાગદોડનો ભોગ બનતાં સાત લોકોનાં મોત થઈ ગયાં હતાં.
આ ઘાતક
દુર્ઘટના અંગે શનિવારની સવારે જાણકારી મળી હતી. ભાગદોડમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા,
જેમાંથી 20ની હાલત ગંભીર બતાવાઈ હતી.
મોટી
સંખ્યામાં ભાવિકો યાત્રામાં જવા પહોંચ્યા ત્યારે જ વીજતારના કરંટથી કેટલાક લોકો પડી
ગયા હતા. અફરાતફરી સાથે ભાગદોડ મચી હતી.
મુખ્ય
પ્રધાન પ્રમોદ સાવંતે ઘટનાની સઘન તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિકે વ્યવસ્થાના
અભાવથી આ ખતરનાક દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચા જાગી હતી.