• રવિવાર, 04 મે, 2025

ગેરકાયદે બાંધકામના કેસોમાં અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ : સુપ્રીમ કોર્ટ

ઈમ્પેક્ટ ફીના કાયદા સામે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. ર: ગેરકાયદે બાંધકામના કેસોમાં કડક અભિગમ અપનાવવાની અદાલતોને તાકીદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામના કેસોમાં કાર્યવાહી કરતી વખતે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ અને સમક્ષ અધિકારીની જરૂરી પરવાનગી વગર બાંધવામાં આવેલી ઈમારતોને ન્યાયિક રીતે નિયમિત કરવી જોઈએ નહીં. ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને આર મહાદેવનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કાયદાએ એવા લોકોના બચાવમાં આવવું જોઈએ નહીં, જેઓ તેનો ભંગ કરે છે, કારણ કે તેનાથી સજામુક્તિનું કલ્ચર વિકસી શકે છે. તેથી ગેરકાયદેસર બાંધકામના કેસોમાં કાર્યવાહી કરતી વખતે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ.

કાયદાના શાસનને જાળવી રાખવાની કોર્ટની પવિત્ર ફરજમાંથી મક્કમ વલણ જાળવવાની જરૂરિયાત ઉદ્ભવે છે. સર્વોચ્ચ અદાલતે કલકતા હાઈકોર્ટ ગેરકાયદે બાંધકામ થયા છે તેવા કેટલાંક માળ તોડી પાડવા કોલકતા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક