કર્ટેન રેઝર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.29 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 31 ઓગસ્ટના રોજ દિલ્હીની મુલાકાતે
જશે. તાજેતરમાં જ અમેરિકા અને કેનેડાના સફળ વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ, મુખ્યમંત્રીનો
આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત
ગ્લોબલ સમિટ 2027 માટેનો કર્ટન રેઝર કાર્યક્રમ 31 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ
ખાતે યોજવામાં આવશે. આ કર્ટન રેઝર કાર્યક્રમ આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન
યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મંચ તૈયાર કરશે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ
સાથેના સંવાદ સત્રને સંબોધન કરશે જ્યારે સાંજે હોટેલ તાજ પેલેસ ખાતે વિવિધ મિશનના વડાઓ
તથા ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંવાદ સત્રમાં પણ તેઓ સંબોધન કરશે.
ભારત
મંડપમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ અગ્રણી કંપનીઓના ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન
બેઠકો યોજશે. આ વન-ટુ-વન બેઠકો દરમિયાન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર
અને ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને ફાર્મા, રેલવે, અઈં અને
ડેટા સેન્ટર્સ, કેમિકલ્સ તેમજ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઇન્શ્યોરન્સ જેવા
મુખ્ય ક્ષેત્રો અંગે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકોમાં રોકાણની તકો, વિસ્તરણની યોજનાઓ અને
વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવશે. આની સાથે સાથે ગુજરાતની મજબૂત ઔદ્યોગિક
ઇકોસિસ્ટમ, સુદૃઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારોને અનુકૂળ નીતિઓ અને ટકાઉ તથા ટેક્નોલોજી
આધારિત વિકાસના આગામી તબક્કા પર વિશેષ સંવાદ કરવામાં આવશે.