• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

દરિયાઈ કાચબાઓના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય : 8925 માછીમારોની જાળમાં લાગશે ‘ટેડ’

20.96 કરોડના ખર્ચે આકાર પામનારા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટથી દરિયાઈ જીવસૃષ્ટિના જતનની સાથે-સાથે ગુજરાતના સીફૂડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજારોના દ્વાર વધુ મોકળા થશે

(અમારા પ્રતિનિધિ તરફથી, ) અમદાવાદ, તા.29 : દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહ્યું છે. મત્સ્યક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી ‘મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સીફૂડ નિકાસ ક્ષેત્રને નવી વૈશ્વિક ઓળખ આપવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં પ્રથમવાર માછીમારોની ફાશિંગ નેટમાં ટર્ટલ એક્સકલુડર ડિવાઈસ લગાવવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવશે.

મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યના 8,925 માછીમારોને 100% સરકારી સહાય સાથે વિનામૂલ્યે ટર્ટલ એક્સકલુડર ડિવાઈસ પૂરાં પાડવામાં આવશે. કુલ રૂ. 20.96 કરોડના ખર્ચે આકાર પામનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી દરિયાઈ જીવસૃષ્ટિના જતનની સાથે-સાથે ગુજરાતના સીફૂડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજારોના દ્વાર વધુ મોકળા થશે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકા દ્વારા ભારતીય વાઈલ્ડ કોટ શ્રિમ્પ એટલે કે, દરિયામાંથી પકડાયેલા ઝીંગાની આયાત પર અંકુશ મૂકવામાં આવ્યો હતો, જેનું મુખ્ય કારણ માછીમારી દરમિયાન દરિયાઈ કાચબાઓને થતું જોખમ હતું. હવે ઝઊઉના ઉપયોગથી કાચબાઓનું જોખમ ઘટશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરના જરૂરી સર્ટિફિકેશન્સ મેળવવાનું સરળ બનશે. પરિણામે, અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતના ઝીંગાની નિકાસ પુન: ધમધમતી થશે, જે રાજ્યના માછીમારો અને સીફૂડ નિકાસકારોની આવકમાં ધરખમ વધારો લાવશે. ભારત સરકાર દ્વારા દેશભરમાં સૌથી વધુ 8,925 ટેડઝઊઉ યુનિટ્સ એકમાત્ર ગુજરાત માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઝઊઉનું વિશિષ્ટ મોડેલ ઈંઈઅછ - સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી-કોચી દ્વારા અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક