• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

બાબર આઝમના નામે વણમાગ્યો રેકોર્ડ : સિરાજ સાથે ટોપ-5માં પહોંચ્યો

ઈસ્લામાબાદ, તા. 29 :પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ફરી એક વખત પાકિસ્તાની ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા હતા. ઈજાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસે પહેલો મેચ ન રમી શકનારા બાબર આઝમે લોર્ડસ ટેસ્ટમાં વાપસી કરી હતી. જો કે કોઈ છાપ છોડી શક્યો નહોતો. ઈંગ્લેન્ડ સામે લોર્ડસ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં 8 રને આઉટ થયો હતો. આ સાથે જ બાબરની એન્ટ્રી સિરાજના એક વણમાગ્યા ક્લબમાં થઈ છે. લોર્ડસ ટેસ્ટમાં ઈંગલેન્ડે પહેલી ઈનિંગમાં 290 કર્યા હતા. બાદમાં પાકિસ્તાની ટીમ 110માં સમેટાઈ હતી. બીજા દિવસની રમત પુરી થવા સુધીમાં ઈંગ્લેન્ડે 61 રનની સરસાઈ મેળવી લીધી હતી.

બાબર આઝમે ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી સદી 2022માં કરી હતી. 2022 પછી બાબર 37 ઈનિંગ રમી ચુક્યો છે. આ સાથે જ બાબરનું નામ સિરાજ  સાથે ખાસ ક્લબમાં જોડાયું છે. આ યાદી 2023થી કોઈપણ સદી વિના સૌથી વધારે ટેસ્ટ ઈનિંગ રમવાની છે. યાદીમાં સૌથી પહેલા નંબરે ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્ક છે. જેણે 2023થી સદી કર્યા વિના સૌથી વધારે 50 ઈનિંગ રમી છે. આ ઉપરાંત પેટ કમિંસ, મોહમ્મદ સિરાજ અને નાથન લાયન પણ યાદીમાં સામેલ છે. બાબર આઝમે હવે આ તમામ બોલરો વચ્ચે ટોપ-5માં જગ્યા બનાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક