પેપરલીક, શિક્ષા નીતિ સહિતનાં મુદ્દે સરકારની પ્રાથમિકતાઓ સામે ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી,
તા.29ઃ
ભાજપનાં સંસ્થાપકો
પૈકી એક
નેતા અને
પૂર્વ કેન્દ્રીય
મંત્રી તથા
માર્ગદર્શક મંડળનાં
સદસ્ય મુરલી
મનોહર જોશીએ
કેન્દ્રની મોદી
સરકારની શિક્ષા
નીતિ, બજેટ
અને પ્રશાસનિક
પ્રાથમિકતાઓ સામે
ગંભીર સવાલો
ઉઠાવ્યા છે.
તેમણે પેપર
લીક, શિક્ષણનું
વેપારીકરણ અને
બજેટમાં કાપનાં
દૃષ્ટિકોણ મુદ્દે
સરકારને કઠેડામાં
મૂકી છે.
જોશીએ પેપર
લીકની ઘટનાઓને
કેવળ શિક્ષણ
વ્યવસ્થાની નિષ્ફળતાને
બદલે સમાન
અને શાસનમાં
વધતા ભ્રષ્ટાચાર
સાથે જોડી
હતી. તેમણે
કહ્યું હતું
કે, જ્યારે
છાત્રો જુએ
છે કે,
શિક્ષકોની નિયુક્તિ
જ લાંચ
આપીની થાય
છે અને
ચોમેર પૈસાની
બોલબાલા છે
ત્યારે તે
પણ ખોટો
રસ્તો પકડવામાં
સંકોચ રાખતા
નથી. આજે
બેન્કો, કારોબારમાં
ગોટાળા થઈ
રહ્યાં છે.
સરકાર પોતે
ગોટાળાઓમાં ફસાયેલી
છે ત્યારે
તેની અસર
છાત્રો અને
શિક્ષણ ઉપર
થવી સ્વાભાવિક
છે.