• બુધવાર, 15 મે, 2024

સેનાની જાસૂસી : જામનગરનાં ફરાર સકલેનની ઝડપી લેતી એટીએસ ભારતનું સિમકાર્ડ પાક.માં એક્ટિવ કરાવીને થઈ હતી જાસૂસી

રાજકોટ, તા.29: ગુજરાત એટીએસને આજે મળેલી એક મોટી સફળતામાં પાકિસ્તાન માટે જાસૂસી કરનાર જામનગરનાં મોહમ્મદ સકલેનની પકડી પાડવામાં આવ્યો છે. સકલેને ભારતનાં સિમકાર્ડથી પાકિસ્તાનમાં વોટ્સએપ નંબર એક્ટિવેટ કરાવ્યો હતો અને તે નંબરથી જમ્મુ-કાશ્મીરમાં સેનાની જાસૂસી થતી હતી. આ મામલે ગત વર્ષે ઓક્ટોબરમા ગુજરાત એટીએસે ભાંડાફોડ કર્યો હતો અને કેટલાક આરોપીઓને આમાં પકડયા પણ હતાં. આજે તેમાંથી ભાગેડુ સકલેન પણ ઝડપાઈ ગયો છે.

ભારતીય સેનાનાં જવાનોનાં મોબાઈલ ફોનમાં માલવેર મોકલીને જાસૂસી કરવાની પાકિસ્તાનની સાજિશનો પર્દાફાશ થયા બાદ ગુજરાત એટીએસે એક નંબરની તપાસ કરી હતી. જેમાં જામનગરનાં મોહમ્મદ સકલેનનાં નામે એક મોબાઈલ નંબર નોંધાયેલો મળી આવ્યો હતો. આ સિમકાર્ડ તેણે જામનગરનાં જ અસગર નામક શખસને આપેલું અને પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરનારા એક શખસે આ સિમકાર્ડ ગુજરાતનાં આણંદ જિલ્લાનાં તારાપુરનાં રહેવાસી લાભશંકર મહેશ્વરીને આપેલું. મહેશ્વરી મૂળે પાકિસ્તાનમાં રહેતો હતો અને વર્ષ 1999માં વિઝા લઈને ભારત આવેલો. વર્ષ 200પમાં તેણે અને તેની પત્નીએ ભારતની નાગરિકતા પણ મેળવી હતી. 2022માં લાભશંકર મહેશ્વરીએ પાક.નાં વિઝા માટે આવેદન કર્યુ હતું પણ તેમાં વિલંબ થઈ રહ્યો હતો. જેથી તેણે પાક.માં રહેતા પોતાનાં માસીના દીકરા કિશોર રામવાણી સાથે વાત કરેલી અને તેણે કિશોરને પાક. એમ્બસીમાં કોઈ શખસ સાથે વોટ્સએપ ઉપર વાત કરવા કહેલું. ત્યાર બાદ લાભશંકર અને તેની પત્નીનાં પાક. વિઝા મંજૂર થઈ ગયા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક