• શનિવાર, 27 જુલાઈ, 2024

કેજરીવાલનાં ઘરે થઈ ગેરવર્તણૂક : સ્વાતિ માલીવાલ પહોંચી પોલીસ સ્ટેશન કેજરીવાલના પીએમ અને પર્સનલ સ્ટાફ ઉપર આરોપ મુકાયાની ચર્ચા

નવી દિલ્હી, તા. 13 : આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સોમવારે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ અને સ્ટાફ ઉપર ગંભીર આરોપ મૂક્યો હતો. માલીવાલે કહ્યું હતું કે, સીએમ આવાસે તેમની સાથે ગેરવર્તણૂક કરી છે. આ આરોપ કેજરીવાલના પર્સનલ સ્ટાફ ઉપર મૂકવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. જો કે પોલીસને આ મામલે લેખિત ફરિયાદ મળી નથી. 

અધિકારીએ કહ્યું હતું કે, માલીવાલે પીસીઆર કોલ પણ કર્યો હતો અને ઝઘડાનો આરોપ મૂક્યો હતો. સવારે 10 વાગ્યા આસપાસ બે કોલ આવ્યા હતા. બાદમાં સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની ટીમ સીએમ આવાસે પહોંચી હતી અને સ્વાતિ માલીવાલને પોલીસ સ્ટેશને આવવા મનાવાયાં હતાં. જો કે પછી માલીવાલે કહ્યું હતું કે, તે બાદમાં લેખિત ફરિયાદ કરશે. આ મામલે દિલ્હી પોલીસ, સ્વાતિ માલીવાલ, આપ અથવા કેજરીવાલ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ મામલે ભાજપના અમુક નેતાઓએ કેજરીવાલની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. ભાજપ નેતા અમિત માલવીયએ એક્સ ઉપર લખ્યું હતું કે, આપના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ પ્રમુખે આરોપ મૂક્યો છે કે દિલ્હીના પીએ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024