• શનિવાર, 27 જુલાઈ, 2024

જામનગરમાં વિશ્વ શાંતિ અર્થે અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનો પ્રારંભ ગુજરાત સહિત ભારતના જુદા-જુદા શહેરોમાંથી 5,000 કિન્નર ભાગ લેશે

જામનગર, તા.13 : જામનગરમાં સનાતન ધર્મ  માનવ સેવા કિન્નર સંપ્રદાય દ‰ારા શહેરના આંગણે વિશ્વ શાંતિ અર્થે અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનો પ્રારંભ થયો છે. આ મહાસંમેલન તા.23 મે સુધી ચાલશે. કિન્નરો દ‰ારા વાજતે-ગાજતે મામેરાનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ મહાસંમેલન અંગે જામનગરના ગાદીપતી મહામંડલેશ્વર નાયક જનકદેપૂનમદે નાયકે જણાવ્યું હતું કે 11 દિવસ ચાલનારા સંમેલનમં નવચંડી મહાયજ્ઞ, રાસ-ગરબા, ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આ સંમેલનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, યુ.પી., હેદ્રાબાદ, પુના, મારવાડ, ભારાગઢ, દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાંથી 5000 જેટલા કિન્નરો ભાગ લેશે. જામનગરના આંગણે સતત ત્રીજી વખત અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ પૂર્વે વર્ષ 2014 અને 2023માં મહાસંમેલન યોજાયું હતું. કિન્નરો દરરોજ 4 કલાક મૌન વ્રત રાખશે તેમજ બે ગાદીપતિનું અવસાન થતાં ભંડારો 11 દિવસ ચાલનારા અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનમાં સવારે 4 થી 8 કિન્નરી મૌનવ્રત રાખી માતાજીની પૂજા કરશે અને ભંડારાનું આયોજન કરાયું છે.રાત્રીના રાસ-ગરબા દ‰ારા માતાજીની આરાધના કરવામાં આવશે.

11 દિવસ સ્વયં કિન્નરો બધા માટે રસોઈ બનાવશે

જામનગરમાં 11 દિવસ ચાલનારા અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનમાં દરરોજ 500 થી વધુ કિન્નરો ભોજન ગ્રહણ કરશે. પરંતુ આ માટે કોઈ રસોયા રાખવામાં આવ્યા નથી. કિન્નરો સ્વયં 11 દિવસ રસોઈ બનાવશે. બહારથી આવનારા મહેમાનો માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક