• શનિવાર, 27 જુલાઈ, 2024

આયરલેન્ડ સામેના બીજા T-20 મેચમાં પાક.નો વિજય

શ્રેણી 1-1થી બરાબર : આજે નિર્ણાયક મેચ : 194 રનનો વિજય લક્ષ્યાંક પાકિસ્તાને 19 દડા બાકી રાખી સર કર્યો

ડબલિન, તા.13 : ત્રણ મેચની ટી-20 શ્રેણીના પહેલા મુકાબલાની આયરલેન્ડ સામે આંચકારૂપ હાર પછી પાકિસ્તાને સફળ વાપસી કરીને 1-1ની બરાબરી કરી છે. ગઇકાલે રમાયેલા બીજા ટી-20 મેચમાં પાકિસ્તાનનો આયરલેન્ડ વિરુદ્ધ 19 દડા બાકી રહેતા 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. 46 દડામાં 4 ચોક્કા અને 6 છક્કાથી અણનમ 7પ રનની આતશી ઇનિંગ રમનાર પાક. બેટર મોહમ્મદ રિઝવાન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. પ્રથમ દાવ લેનાર આયરલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 193 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાને 16.પ ઓવરમાં 3 વિકેટે 19પ રન કરીને 7 વિકેટે આક્રમક જીત મેળવી શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ત્રીજો અને ફાઇનલ સમાન મેચ મંગળવારે રમાશે.

પાકિસ્તાન તરફથી રિઝવાના અણનમ 7પ રન ઉપરાંત ફખર જમાને 40 દડામાં 6 ચોક્કા અને 6 છક્કાથી વિસ્ફોટક 78 રન કર્યાં હતા. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટેમાં 140 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પાક. કપ્તાન બાબર આઝમ ઝીરોમાં આઉટ થયો હતો. આઝમ ખાન 30 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલા આયરલેન્ડ તરફથી લોરકન ટકરે પ2, હેરી ટકરે 32 અને કર્ટિસ કેંફરના 22 રનથી 7 વિકેટે 193 રન થયા હતા. પાક. તરફથી શાહિન અફ્રિદીએ 3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024