• મંગળવાર, 14 મે, 2024

રાજ્યમાં ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં

તા.4, 5, 6 મેથી પુન: કાળઝાળ ગરમી પડશે, રાજ્યમાં 15થી 17 જૂન આસપાસ ચોમાસાની શરૂઆતની શક્યતા

અમદાવાદ, તા. 28 : ગુજરાતમાં ધીમે ધીમે વધી રહેલી ગરમીને પગલે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર થશે. 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાન ઘટશે. હાલમાં પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. 

હવામાન નિષ્ણાતોના અનુસાર 29 એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન 42-23 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી સાથે ઇડર, અમરેલી, જૂનાગઢમાં પણ વધુ ગરમી રહેશે. તા.4, 5, 6 મેથી પુન:કાળજાળ ગરમી પડશે. 

ચોમાસાની શરૂઆતને લઈને નિષ્ણાતો જણાવે છે કે રાજ્યમાં 15થી 17 જૂન આસપાસ જ્યારે આંદામાન - નિકોબારમાં 17થી 24 મેની વચ્ચે નૈઋઍત્યનું ચોમાસું બેસી શકે છે. આંદામાનમાં નૈઋઍત્યનું ચોમાસું બેસ્યા બાદ 20થી 25 દિવસમાં નૈઋઍત્યનું ચોમાસું ગુજરાત પહોંચે છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાનનો પારો અમદાવાદ એરપોર્ટ પર 42.8 નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં 40.5, અમરેલીમાં 41, ભુજમાં 40.3, ગાંધીનગરમાં 39.6, બરોડામાં 40.6, રાજકોટમાં 41.3 તેમજ સુરતમાં 39.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જૂનાગઢ: સોરઠમાં ઉનાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગગનમાંથી અગનવર્ષા થઇ રહી છે. કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે શહેર અને ગામડાઓમાં સ્વૈચ્છિક કફર્યૂ જેવી સ્થિતિ વચ્ચે મહતમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.

ભાવનગર : શહેરનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. આજે ગોહિલવાડ પંથરમાં ગરમીમાં વધારો થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક