• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

રામપુર ગામે પોલીસ - ગ્રામજનો વચ્ચે ઘર્ષણ : પાંચ પીઆઇ સહિત દસ પોલીસને ઈજા

મહિલાના શંકાસ્પદ મૃત્યુ બાબતે મામલો બીચક્યો પાંચ શખસની ધરપકડ : ટોળાની શોધખોળ

મોડાસા, તા.4 : અરવલ્લી જિલ્લાનાં માલપુર તાબેનાં રામપુર ગામે મહિલાનાં શંકાસ્પદ મૃત્યુ મામલે પોલીસ અને ગ્રામજનો વચચે બોલાચાલી થયા બાદ મામલો બીચક્યો હતો અને પોલીસ પર ગ્રામજનોએ હુમલો કરી પોલીસવાહનોમાં તોડફોડ કરતા નાસભાગ મચી ગઈ હતી.

આ બનાવમાં પાંચ પીઆઇ અને પાંચ પોલીસમેન સહિત દસને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમજ ફોજદાર જી. એસ. સ્વામીને માથામાં ગંભીર ઈજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અન્ય પોલીસ કર્મચારીઓ પણ પથ્થરમારો અને લાકડી-ધોકાથી હુમલો કર્યે હતો.

આ  અંગે માલપુર પોલીસે મણાજી દેવાજી ખાંટ, શૈલેષ ભેમાભાઈ ખાંટ, ગિરીશભાઈ ધુળાભાઈ નટ, વિકમ જગા તરાર, ભવજી ખેમા ડાભી સહિત ર8 શખસનાં નામ જોગ અને ર00થી 300નાં ટોળા વિરુદ્ધ લૂંટ તેમજ રણછોડ નાથા તરારનાં મકાનમાંથી રૂ.પ0 હજારની ચોરી કરી બાજુના છાપરામાં આગ ચંપી કરી સળગાવી નુકસાન કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને પાંચ શખસને ઝડપી લીધા હતા. પોલીસે અન્ય હુમલાખોર ટોળાની શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક