જામખંભાળિયા, તા.8: પોલીસ દફતરેથી મળતી માહિતી મુજબ ખંભાળિયા ટાઉનમાં આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી મંજુબેન જેઠાભાઇ રાઠોડ નામના 50 વર્ષીય પ્રૌઢાના ઘરના દરવાજાનું તાળુ કોઇ અજાણ્યા તસ્કરોએ તોડી રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં રહેલ સોનાના દાગીના જેમાં એક સાંકળી વાળો ચેન આશરે સાડા ત્રણ તોલાનો જેની કિ.રૂ.2 લાખ તથા એક સોનાની આશરે ત્રણ તોલાની કંઠી કિ.રૂ.1,80,000 તથા એક સોનાની મગમાળા જેમાં ચામુંડામાનું પેંડલ આશરે ત્રણ તોલાનું કિ.રૂ.1,80,000 તથા આશરે અડધા તોલાની સોનાની ત્રણ વીંટી કિ.રૂ.40,000 તથા ચાંદીના સાંકળા કિ.રૂ.8000 તથા તેમાં રહેલ રોકડા રૂ.16000 મળી કુલ રૂ.6,24,000ની માલમત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ જતા આ સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે મંજુબેન રાઠોડની ફરિયાદ પરથી અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ ખંભાળિયા પી.આઇ. સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાના
શક્તિનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી 6.24 લાખની મતા ઉસેડી જતા પોલીસે
ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.