-સસ્તા સોનાની લાલચ આપી રાજસ્થાન લઈ ગયા’તા, બાદમાં અપહરણ કરી રૂ. 20 લાખની ખંડણી લીધી હતી : રૂ. 8.53 લાખનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર,
તા.29: પોરબંદરના સોની વેપારીને બજાર ભાવ કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને
અપહરણ કરી રૂપિયા વીસ લાખની ખંડણી પડાવ્યાના ગુનામાં પોલીસે બે ઇસમની ધરપકડ કરી છે.
પોરબંદરના
સોની વેપારી પ્રતાપભાઈ પાલા સહિત ત્રણ લોકોને જયપુર લઈ જવાયા હતા. જેમાં વેપારીને બજારભાવ
કરતા 15 ટકા ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપીને લઈ જવાયા હતા. તેની સાથે અન્ય બે લોકોને
પણ લઈ જવાયા હતા. ત્યારબાદ જયપુર નજીક અંધારામાં કાર ઉભી રાખીને ત્રણેને બેફામ માર
મારી દોરડેથી બાંધી દીધા હતા અને ત્યારબાદ પ્રતાપભાઈ પાલાના પુત્ર વિવેકને ફોન કરાવીને
સોનાના દાગીનાનો સોદો થયાનું જણાવી 20 લાખ રૂપિયા પડાવી લીધાનો ગુનો નોંધાયો હતો. તેમાં
બે ઇસમના નામજોગ તથા અજાણ્યા પાંચ ઈસમ સામે ફરિયાદ થઈ હતી. ત્યારબાદ પ્રતાપભાઈ પાલા
પોરબંદર આવી પહોંચ્યા હતા.
કીર્તિમંદિર
પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલાં અપહરણ તથા ખંડણીના આ ગુનામાં આરોપીઓને શોધી કાઢવા સતત
પ્રયત્નશીલ હતા. દરમિયાન ખાનગી રાહે મળેલી હકીકત આધારે આરોપીઓને પોરબંદર ઓરિયન્ટ ડેક્ટરી
પાછળ પોરબંદર-દ્વારકા બાયપાસ રોડ ઉપર જાહેરમાંથી પકડી પડાયા હતા. આરોપી પ્રતાપભાઈ અરશીભાઈ
ઓડેદરા (ઉં.વ.42, રહે.મહીરા ગામ પાદર), રામજી ઉર્ફે જાડો જીણાભાઈ કટારિયા (ઉં.વ.38,
રહે.ગઢડા ગામ, બોટાદ)ને દબોચી લેવાયા હતા. તેમની પાસેથી રૂ.8.53 લાખનો મુદ્દામાલ કબજે
કરી આગળની કાર્યવાહી શરૂ થઈ છે.