સુરત, તા.18 : કતારગામ વિસ્તારમાં
આવેલ પારસ સોસાયટી વિભાગ-રમાં રહેતા અને મૂળ બોટાદના સુજલ અશોકભાઈ વાટકિયા નામનો યુવાન
રવિવારે બપોરના તેનાં ઘેર હતો ત્યારે તેના ત્રણ મિત્રો આર્યન દરજી સહિત આવ્યા હતા અને
સુજલ વાટકિયા પર છરીથી હુમલો કરતા ગળા, કાન, છાતી અને પગમાં ગંભીર ઈજા પહોંચાડી ફરાર
થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા સુજલને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર મળે
તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ
સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે આસપાસના
સીસટીવી કેમેરાના ફૂટેજના આધારે ઓળખ મેળવી હતી અને પોલીસે ભરુચ રેલવે સ્ટેશન પરથી આર્યન
દરજી અને બે સગીરને ઝડપી લીધા હતા.
પોલીસની વધુ તપાસમાં મૃતક સુજલ
ગત તા.8/10ના મોબાઇલની ચીલ ઝડપના ગુનામાં પકડાયો હતો અને હત્યારા ત્રણેય પણ ગુનાઇત
ઈતિહાસ ધરાવે છે. મૃતક સુજલને મોબાઇલ લઈને બોલાવ્યો હતો અને પરત આપવામાં મોડું કરતા
મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.