દલિત પ્રેરણા સ્થળે પ્રદર્શન
થશે : વાતચીત નિષ્ફળ જાય તો વધુ આંદોલન
નવી દિલ્હી, તા. 2 : ઉત્તર પ્રદેશના
નોઇડામાં ખેડૂતોનાં પ્રદર્શન અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. નોઇડાના ખેડૂતોએ
બપોરથી તેમની માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોના વિરોધની ઘોષણા
બાદ સવારથી જ નોઇડાથી લઈને દિલ્હી સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી.
તો ખેડૂત આંદોલનને લઈને વહીવટી તંત્ર વિરોધીઓ સાથે સતત સંપર્કમાં હતું. આંદોલનકારી
ખેડૂત સંગઠનના આગેવાનો સાથેની વાતચીતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આંદોલન હાલ પૂરતું
મોકૂફ રાખવામાં આવશે. ખેડૂતોના પ્રતિનિધિ મંડળ અને રાજ્ય સરકાર સાથે વાતચીત થશે. ત્યાર
બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે. એટલે વિરોધ કરી રહેલા ખેડૂતો હવે રસ્તો ખાલી કરવા માટે
સંમત થયા છે. જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ખત્મ થઈ જશે. ખેડૂતોના સંગઠન દ્વારા દિલ્હી કૂચ પર બ્રેક લગાવવાની
માહિતી આપવામાં આવી છે.