• બુધવાર, 04 ડિસેમ્બર, 2024

બંગલાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની તૈનાતીની માગ

મમતા બેનરજીએ કહ્યું, પીએમ મોદી હસ્તક્ષેપ કરીને હિંદુઓ ઉપરના હુમલા રોકાવે

કોલકાતા, તા. 2 : બંગલાદેશમાં હિંદુઓ ઉપર અત્યચાર વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોટી માગણી કરી છે. તેમણે બંગલાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની તૈનાતી કરવામાં આવે તેવી માગણી કરી છે. સાથે જ કહ્યું છે કે પીએમ મોદી અંગત રીતે દખલ કરે જેથી પાડોસી દેશમાં અલ્પસંખ્યકો ઉપર થઈ રહેલા અત્યાચારને રોકી શકાય. મમતા બેનરજીની માગ ઈસ્કોનના ત્રણ હિંદુ પૂજારીઓની ધરપકડના અહેવાલ વચ્ચે સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં છાત્રોના આંદોલન બાદ શેખ હસીનાની સરકાર ભાંગી પડી હતી. વર્તમાન સમયે બંગલાદેશમાં વચગાળાની સરકાર છે.

બંગાળ વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન મમતા બેનરજીએ કહ્યું હતું કે આપણા પરિવાર,પ સંપત્તિ અને પ્રિયજન બંગલાદેશમાં છે. આવા મામલામાં સરકાર જે કોઈ પગલા ભરશે તે સ્વીકાર્ય રહેશે. જો કે ધાર્મિક આધારે થતા અત્યાચારનું તેઓ ખંડન કરતા રહેશે. મમતા બેનરજીએ આગળ કહ્યું હતું કે તેમણે ઈસ્કોન કોલકાતા પ્રમુખ સાથે વાત કરી છે. તેઓની સહાનુભુતિ અને સમર્થન બન્ને સાથે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ભાર મુકીને કહ્યું હતું કે, જો બંગલાદેશમાં ભારતીયો ઉપર હુમલો થશે તો તેને ક્યારેય સહન કરવામાં આવશે નહી. ભારત સરકાર આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુધી લઈ જઈ શકે છે.

વધુમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે તેઓ અન્યના આંતરીક મામલામાં દખલ કરવાની વાત કરી રહ્યા નથી પણ જ્યારે બંગલાદેશી માછીમારો પકડાય છે અથવા તો બંગલાદેશી મુસાફર ભારતમાં મુશ્કેલીમાં હોય છે ત્યારે સરકાર તેમની  મદદ કરે છે. બચાવે છે અને ઈલાજ પણ કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક