ભાવનગર, તા.ર : હાથબ ગામે રહેતી ભાવનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશ ગોહિલ
નામની પરિણીતાએ સાસરીયાઓના ત્રાસ અને ગૃહ કંકાસથી કંટાળી જઈ બે સગીર પ્રતીક્ષા અને
ઉર્વિશા નામની પુત્રીઓને સળગાવ્યા બાદ પોતે પણ સળગી જઈ આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને
હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
જ્યાં સારવાર દરમિયાન એક પુત્રીનું
મૃત્યુ નીપજ્યાં બાદ માતા ભાવનાબેન ઉર્ફે નીતાબેનનું મૃત્યુ નીપજતાં મૃત્યુ આંક બે
પર પહોંચ્યો હતો. એક પુત્રી સારવારમાં છે. આ બનાવ અંગે મૃતક ભાવનાબેનના પિતાની ફરિયાદ
પરથી સાસુ ચકુબેન ભરત ગોહિલ, સસરા ભરત પોપટ ગોહિલ અને દિયર મેહુલ ભરત ગોહિલ વિરુદ્ધ
આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.