• રવિવાર, 04 મે, 2025

ગીર સોમનાથ કલેક્ટરે એક માસમાં 8 આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

કોડિનાર, તા.2 : ગીર સોમનાથ જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રટ દિગ્વિજયાસિંહ જાડેજા દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે છેલ્લા એક મહિનામાં કુલ 8 આરોપીની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાના રહેવાસી ગફુર ઉર્ફે બળેલો જુસબ ભેસલિયા અને ઈદરિશ અલારખા મુલતાની નામના ઈશમો દ્વારા તેઓના સહઆરોપી સાથે મળીને બોટના માધ્યમથી દરિયાઇ માર્ગે દારૂ-બિયરનો વિપુલ પ્રમાણમાં રૂ.5,64,300નો મુદ્દામાલ હેરફેર કરવાની પ્રવૃત્તિમાં પકડાયા હતા. જે અંગેની કોડિનાર અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઈ હતી. આ આરોપીઓ ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદે પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોવાના કારણો જણાતા તેને તા.1/5/2025ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલના હવાલે કરવામાં આવ્યા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક