• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

મોરબીના રફાળેશ્વર ગામે પાણીના કુંડમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ મોરબી- માળિયા તાલુકામાં અપમૃત્યુના ચાર બનાવ

મોરબી, તા.8: મોરબી અને માળિયા તાલુકામાં ચાર બનાવમાં ચાર વ્યક્તિના મૃત્યુ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં મોરબીના ટીંબડી પાટિયા પાસે રહેતા હસમુખભાઈ સવારામભાઈ રાજગોર (ઉં.35) નામના યુવાનને છાતીમાં દુખાવો થતા મોરબી સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. બીજા બનાવમાં મૂળ ઓરિસ્સાના વણતી હાલ મોરબીના લખધીરપુર રોડ પર મેટ્રોવર્લ્ડ સિરામિકમાં રહીને કામ કરતા હરેન્દ્રકુમારદસ ભગવાનદાસ નામના યુવાન જોધપર નદી નજીક નર્મદા કેનાલમાં નહાવા જતા પાણીમાં ડૂબી જતા મચ્છુ ડેમ-2માંથી મૃતદેહ મળી આવ્યો હતો.

 ત્રીજા બનાવમાં મોરબીમાં રહેતા જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકી નામના યુવાન ગઈકાલે રફાળેશ્વર મહાદેવ મંદિર અંદર આવેલા પાણીના કુંડમાં નહાવા જતા પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. જ્યારે માળિયાના જુના ઘાટીલા ગામે રહેતા દીપકભાઈ શાંતિલાલ ઉભડીયા (ઉં.41) પોતાની વાડી બાજુમાં નર્મદા કેનાલ આવેલી હોય તેમાં ઇલેક્ટ્રિક દેડકો મુકેલો હતો. તેના હોર્સ પાઈપમાં કચરો આવી જતા સાફ કરતા હતા ત્યારે કેનાલના ડૂબી જતા મૃત્યુ થયું હતું. પોલીસે તમામ બનાવો મામલે તપાસ ચલાવી છે.  

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક