• મંગળવાર, 25 જૂન, 2024

જામનગરના બે યુવાને વધુ વ્યાજની લાલચે 16 લાખ ગુમાવ્યા

જામનગર, તા.16: જામનગરમાં કાલાવડ નાકા બહાર શાહ પેટ્રોલ પંપ સામે ચમન સોસાયટીની શેરી નં.3 માં રહેતા મહમદ હુશેન ભટ્ટી નામનો 3ર વર્ષીય યુવાન છેતરાયો છે. મહમદ હુશેને રાજકોટના કોટેચા ચોક નજીક આવેલા અરવિંદ મણિયાર એપાર્ટમેન્ટમાં બ્લોક નં.6માં રહેતા આરોપી જીતેન્દ્ર રામકૃષ્ણ ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી તથા ફેઝલને આરોપીએ વધુ વ્યાજનાં નામે આંબા-આંબલી બતાવી હતી અને લોભામણી સ્કીમ આપી અલગ-અલગ સમયે રૂપિયા ર0,40,749 પડાવી લીધા હતા જેમાંથી રૂા.પ.64 લાખ રૂપાય આપી દીધા હતા અને બાકીના 14,76,369 તથા અન્ય શખસ ફેજલના બે લાખ રૂપિયા ન આપી વિશ્વાસઘાત

કર્યો હોવાની ફરિયાદ

નોંધાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક