• શનિવાર, 20 એપ્રિલ, 2024

આર્થિક ભીંસમાંથી છૂટવા પ્રેમી યુગલે કરી હતી $ 15.25 લાખની લૂંટ ‘કામ પતાવી’ જૂનાગઢ થઈ સોમનાથ ભાગી જવાનો કારસો હતો: રોકડ-દાગીના સહિત

$ 21 લાખનો મુદ્દામાલ કબજે 

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.8: ઇન્દિરા સર્કલ પાસેના કોહિનૂર એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડરની પત્ની-પુત્રને બંધક બનાવી રૂ.1પ.રપ લાખની દીલધડક લૂંટ પ્રકરણમાં પકડાયેલ બહુનામધારી કામવાળી અને તેના પ્રેમી સહિતની ત્રિપુટીએ બેકારી-આર્થિક ભીંસ દૂર કરવા માટેથી બે અઢી માસ પહેલા પ્લાન ઘડયો હતો અને સોમનાથદાદાના દર્શન કર્યા બાદ નેપાળ નાસી છૂટવાનો કારસો કર્યાનું ખૂલ્યું હતું. પોલીસે રોકડ-દાગીના સહિત રૂ.ર1.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ઇન્દિરા સર્કલ પાસે આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા બિલ્ડર રાજેન્દ્રભાઈ વ્રજલાલ અનડકટની પત્ની ઉર્વશીબેન અને તેનો પુત્ર અસીમ તા.પ/6/ર3 ના ઘેર હતા ત્યારે બે માસ પહેલા ઘરકામ માટે  આવેલી કામવાળી સુશીલા નેપાળીએ તેના સાગરિત સાથે મળી અસીમ અનડકટને ઘેની પદાર્થ ખવડાવી દઈ બેભાન બનાવી દીધો હતો અને બાદમાં ઉર્વશીબેનને મારકૂટ કરી સાડી-ચુંદડીથી બાંધી દઈ બાથરૂમમાં પૂરી દીધા બાદ કબાટમાંથી રૂ.3 લાખની રોકડ અને 30 તોલા સોનાના દાગીના અને રૂ.રપ હજારનો મોબાઇલ મળી કુલ રૂ.1પ.રપ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આસપાસના સીસીટીવી કેમેરાના આધારે અને બાતમી મારફતે સુશીલા નેપાળી અને સાગરીતની શોધખોળ શરૂ કરી હતી અને સુશીલા નેપાળી રૈયા રોડ પરના વૈશાલી નગરમાં મંગા ખેગાર બોડિયાના મકાનમાં ભાડે રહેતી હોવાનું ખૂલ્યું હતું અને ત્યાં તપાસ કરતા સુશીલા નેપાળી અને અન્ય બે શખસ ઓળખ છુપાવવા માટેથી કપડાં બદલાવી નાસી છૂટયાનું ખૂલ્યું હતું.

આથી ક્રાઇમ બ્રાંચના સ્ટાફે અન્ય સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ત્રણેય ગોંડલ ચોકડીથી રિક્ષા અને અન્ય વાહનો મારફત જૂનાગઢ તરફ ગયાનું ખૂલતા તપાસ જૂનાગઢ સુધી લંબાવી હતી અને ગેસ્ટહાઉસ-ધર્મશાળાઓમાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભવનાથ તળેટીમાં આવેલ વાંજા દરજી સમાજની ધર્મશાળાના એક રૂમમાંથી સુશીલા ઉર્ફે રમા ઉફે મીના નરેન્દ્ર શાહી નેપાળી અને તેનો પ્રેમી પવનપ્રકાશ પદમ શાહી તથા નેત્ર પદમ શાહી નેપાળી બહાર લોબીમાંથી સૂતો મળી આવતા ત્રણેયને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ મામલે પોલીસની વધુ તપાસમાં નેપાળના વતની પરિણીત પ્રેમપ્રકાશ અને સુશીલા ફેસબુક મારફત સંપર્કમાં આવ્યા બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને ચારેક માસ પહેલા ભારત આવ્યા હતા. પ્રથમ મથુરા બાદ અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવ્યા હતા અને  વૈશાલીનગરમાં મેપા ભરવાડનાં મકાનમાં ભાડે રહેતા હતા. આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને બેકારી-આર્થિક ભીંસમાં સંપડાયા હતા. દરમિયાન સુશીલા નેપાળી કોહિનૂર એપાર્ટમેન્ટમાં બિલ્ડર રાજેન્દ્રભાઈને ત્યાં બે માસથી કામ કરતી થઈ હતી. દરમિયાન આર્થિક ભીંસ દૂર કરવા માટે સુશીલા અને પ્રેમી પવન પ્રકાશે લૂંટનો પ્લાન ઘડયો હતો અને પવન પ્રકાશે મિત્ર નેત્ર પદમ શાહીને બોલાવ્યો હતો અને સુશીલા જ્યાં કામ કરતી હતી ત્યારે રોકડ-દાગીના મોટાપાયે મળવાની વાતે લૂંટને અંજામ આપ્યો હતો અને તા.પ/6ના સુશીલાએ તેના પ્રેમી પવનપ્રકાશ અને તેના મિત્ર નેત્ર શાહીને બોલાવી લીધા બાદ લૂંટનો પ્લાન પાર પાડયો હતો.

કોહિનૂર એપાર્ટમેન્ટમાં માતા-પુત્ર પર હુમલો કરી લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય જૂનાગઢ નાસી છૂટયા હતા અને ત્યાંથી સોમનાથ દર્શન કરી નેપાળ નાસી છૂટવાનો કારસો કર્યો હતો પરંતુ તે પહેલા જ પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. પોલીસે લુટારુ ત્રિપુટી પાસેથી રૂ.ર.ર0 લાખની રોકડ, ત્રણ મોબાઇલ, નવ ઘડિયાળ સહિત રૂ.ર.પ7 લાખની મતા તેમજ રૂ.18.46 લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂ.ર1.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નેત્ર માનસિક બીમાર હોય તેની દવાનો ઉપયોગ કર્યો

બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવવા માટેથી પવનપ્રકાશે તેના બેંગલોર રહેતા મિત્ર નેત્ર પદમ શાહીને બોલાવ્યો હતો અને નેત્ર શાહી માનસિક બીમાર હોવાનાં કારણે તેને ઘેનની ગોળીઓ ડોક્ટર દ્વારા આપવામાં આવતી હોય તેનો ઉપયોગ બિલ્ડર પુત્ર અસીમને બેભાન કરવા માટે કર્યો હતો અને બાદમાં ત્રિપુટીએ લૂંટ ચલાવી હતી.

રાજકોટમાં એક લાખથી વધુ પરપ્રાંતીયોનો વસવાટ

રાજકોટમાં નેપાળી ઉપરાત અન્યો સહિત એક લાખથી વધુ પરપ્રાંતીયો વસવાટ કરતા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યંy છે.

સિટિઝન ફસ્ટ એપ્લિકેશન પર નોંધણી કરાવવા અપીલ

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, ઘરઘાટી, ઘરકામ કરનાર કે ભાડુઆત વગેરેની વિગતો, તેના આધારપુરાવા સહિતની માહિતી સિટિઝન ફર્સ્ટ એપ્લિકેશન પર નોંધ કરાવવી જરૂરી છે. જેનાં કારણે ગંભીર બનાવો બનતા અટકાવી શકાય અને ગંભીર ગુનો બને તો સહેલાઈથી આરોપીઓને ઝડપી લેવામાં સરળતા રહે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક