• સોમવાર, 27 મે, 2024

ભાવનગરના ડમીકાંડમાં એક સગીર સહિત વધુ ત્રણ ઝડપાયા: ધરપકડનો આંક 50એ પહોંચ્યો 

ભાવનગર, તા.25: અહીંના ડમીકાંડમાં એક સગીર સહિત વધુ ત્રણ શખસની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે ધરપકડનો આંક 50 પર પહોંચ્યો હતો.

ડમીકાંડ મામલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ડમી કાંડમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓની ધડપકડ કરી છે.

જેમાં એસઓજીએ જયદીપ ભદ્રેશભાઈ ધાંધલિયા (ઉં. વ.28) રહે. કામીનિયાનગર, ઋષિત અરાવિંદભાઈ બારૈયા (ઉં. વ.18) રહે. પીપરલા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (ઉં.વ.17) સહિત ત્રણેયને ઝડપી લીધો હતા. ઉલ્લેખનીય છે કે ભાવનગર પોલીસે ડમીકાંડમાં 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમાંથી આજ સુધી 24 ઝડપાયા છે જ્યારે એ ફરિયાદમાં ઉલ્લેખ ન હોય તેવા 26 આરોપી સહિત કુલ 50 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા 50માં બે આરોપી સગીર છે.

ઇ-પેપરના નવા શુલ્ક