સલાયા મરીન પોલીસમાં નોંધાઈ ફરિયાદ
સલાયા, તા.10: સલાયાના વહાણવટી હાજી જુનસ ગજ્જણ ઉંમર વર્ષ 73 રહે. જૂની પોસ્ટ ઓફિસ સલાયા ખાતે રહેતા એ સલાયા મરીન પોલીસને ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના માલીકીના વહાણ વેચતા આવેલ પૈસા અમારા વહાણોના વહીવટી કામ કરનાર વિશાલ નવીનભાઈ કિરતસાતાની સલાહ મુજબ અમારા પરિવારના સભ્યોના પોસ્ટના ખાતામાં મુકવા માટે કુલ રૂપિયા 3ર,પ000/-(બત્રીસ લાખ પચાસ હજાર) આપેલ એમને અમોને જણાવેલ કે આ પૈસા હું તમે જણાવ્યા મુજબના તમારા ઘરના સભ્યોના પોસ્ટના ખાતામાં ભરી આપીશ. અમોએ આ વિશાલ ઉપર ભરોસો રાખી આ રકમ એને આપેલ પરંતુ વિશાલે આ રકમ પોસ્ટમાં ભરી નહીં અને અમારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. જેથી એના ઉપર ધોરણસર ફરિયાદ કરી કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવેલ છે. જે આધારે સલાયા મરીન પોલીસ દ્વારા ઈ.પી.કો. કલમ 406, 4ર0 મુજબ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે. જે અનુસંધાને સલાયા મરીન પોલીસ દ્વારા વિશાલ નવીનભાઈ કિરતસાતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.