• બુધવાર, 15 મે, 2024

હરીયાણાથી જૂનાગઢ ટ્રકમાં મોકલાવેલી વિદેશી દારૂની 4176 બોટલ ઝડપાઈ

સપ્લાયર હરીયાણાના શખસનું નામ ખુલ્યું

અરવલ્લી, તા.28: (ફૂલછાબ ન્યુઝ) ચૂંટણી સમયે લાલ પાણીની ડિમાન્ડ  હોવાથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂ બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવે છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે મેડિકલ માલસામાનની આડમાં ટ્રક માં સંતાડેલ 16.43 લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઇવરને દબોચી લીધો હતો હરિયાણાના બૂટલેગરે ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને જૂનાગઢ ડિલેવરી આપે તે પહેલા શામળાજી પોલીસે દારૂની ખેપ નિષ્ફળ બનાવી હતી.

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી અંતર્ગત જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર ચેકપોસ્ટ ઉભી કરી નાના-મોટા વાહનોનું સઘન ચાકિંગ હાથધરવામાં આવ્યું છે. શામળાજી ઙજઈં સંજય દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોની તલાસી લેતા હરિયાણાથી રાજસ્થાન પાસીંગની ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા શામળાજી પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રકને નાકાબંધી કરી અટકાવી તલાસી લેતા ટ્રકમાં મેડિકલ માલસામાનના બોક્સ મળી આવ્યા હતા બાતમી સચોટ હોવાથી ઝીણવટ ભરી તપાસ કરતા બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 295 પેટીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-4176 કિં.રૂ.1643040/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક કુલદીપાસિંહ લીલાધર ચમાર (રહે,કાગદાના, સિરસા-હરિયાણા)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રક,મોબાઈલ, મેડિકલ માલસામાન બોક્સ મળી કુલ.રૂ.26.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર ઘિસારામ ઉર્ફે કરણાસિંહ જાટ (રહે,ફતેહાબાદ-હરિયાણા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક