• સોમવાર, 27 મે, 2024

સણોસરામાં હોર્ન વગાડવાના મામલે  યુવાન પર ધોકા-પાઈપથી હુમલો કરી પગ ભાંગી નાખ્યો

બે માસ પહેલા હુમલો કરનાર ચાર શખસની શોધખોળ

રાજકોટ, તા.13 : કુવાડવા તાબેના સણોસરા ગામે રહેતા અને ખેતીકામ કરતા ઈલ્યાસ રહીમભાઈ શેરસિયા નામના યુવાન પર બે માસ પહેલા ગામમાં રહેતા રવિ ચંદુ કથીરિયા, ચેતન ચંદુ કથીરિયા, એઝાઝ હુશેન ભુવર અને જસ્મીન પીપળિયા નામના શખસોએ ઝઘડો કરી ધોકા-પાઈપથી હુમલો કરી પગ ભાંગી નાખી નાસી છૂટયા હતા અને ઘવાયેલા ઈલ્યાસ શેરસિયાને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસે ઈલ્યાસ શેરસિયાની ફરિયાદ પરથી રવિ, ચેતન, એઝાઝ અને જસ્મીન પીપળિયા વિરુદ્ધ બે માસના અંતે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ગત તા.17/3ના ઈલ્યાસ ગામમાં આવેલી કેજીએન એગ્રોમાં દવા લેવા ગયો હતો ત્યારે દુકાન માલિક ઈરફાન શેરસિયા પણ હાજર હતા ત્યારે ચેતન, રવિ, એઝાઝ અને જસ્મીન આવ્યા હતા અને તું કેમ શેરીમાં હોર્ન બહુ મારે છે તેમકહી ઝઘડો કર્યા બાદ ચારેય શખસે ધોકા-પાઈપથી હુમલો કર્યે હતો અને પગ ભાંગી નાખ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા બાદમાં સમાધાનની વાતચીત ચાલતી હતી પરંતુ સમાધાન નહીં થતા પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક