• મંગળવાર, 14 મે, 2024

આસારામ દુષ્કર્મ કેસમાં રાજ્ય સરકારે પીડિત પક્ષને પણ સાંભળવાની તક આપવા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરી

આસારામની અપીલની વધુ સુનાવણી આજે થાય તેવી સંભાવના

અમદાવાદ, તા 28: દુષ્કર્મના કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામે બાકી રહેલી સજાને રદ્દ કરવા અને નિર્દોષ ઠેરવવા દાદ માગતી ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલમાં સરકાર પક્ષ દ્વારા પીડિત પક્ષને પણ સાંભળવાની અને રજૂઆતની તક આપવા અદાલત સમક્ષ માંગ કરવામાં આવી હતી.

જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ વિમલ કે. વ્યાસની ખંડપીઠે આસારામની અપીલની વધુ સુનાવણી સોમવાર પર રાખી હતી. આસારામની અપીલના કેસમાં રાજ્ય સરકાર તરફથી અધિક સરકારી આર.સી.કોડકરે હાઇકોર્ટનું આસારામની અપીલની સુનાવણી થાય અને તેમની રજૂઆત કોર્ટ સાંભળે તે પહેલા અપીલના સ્ટેજ પર પીડિત પક્ષને સાંભળવા પડે એવુ ધ્યાન દોર્યું હતું.

આસારામ વિરુદ્ધના સંવેદનશીલ કેસમાં હાઈકોર્ટે પણ પીડિત પક્ષને સુનાવણીની તક પુરી પાડી તેને સાંભળવા જોઇએ. સરકાર પક્ષની રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સોમવાર પર રાખી છે. તેથી હવે અપીલની સુનાવણીના તબક્કે પીડિત પક્ષને સાંભળવા કે કેમ તે મુદ્દે હાઈકોર્ટ સોમવારે નિર્ણય કરે તેવી સંભાવના છે.

ઇ-પેપરના નવા શુલ્ક