• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

અમેરિકી વિમાનો માટે સ્પેને બંધ કર્યું એરસ્પેસ

નવી દિલ્હી, તા. 30 : સ્પેને ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં સામેલ અમેરિકી વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. રક્ષા મંત્રી માર્ગરીટા રોબ્લેસે સોમવારે કહ્યું હતું કે સ્પેને અમેરિકી સેનાને સાફ સંદેશ આપી દીધો હતો કે સૈન્ય છાવણીઓનો ઉપયોગ મધ્ય પૂર્વ સંઘર્ષથી સંબંધિત કોઈપણ કાર્યવાહી માટે થઈ શકશે નહીં. હવે એરસ્પેસ ઉપર પણ આવો જ પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા સ્પેને રોતા અને મોરોન સૈન્ય છાવણીનો ઉપયોગ ઈરાન સંબંધિત ઓપરેશનો માટે નકારી દીધો હતો.

અમેરિકા અને ઈઝરાયલની મધ્ય પૂર્વ નીતિઓની સૌથી વધુ આલોચના કરનારી યુરોપીયન સરકાર સ્પેન જ રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક