કિવિઝ
કેપ્ટન એમિલિયા કેરની 179* રનની મેચ વિનિંગ ઈનિંગ
વેલિંગ્ટન,
તા.1: ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. એમિલિયા કેરની અણનમ 179 રનની
કેપ્ટન ઇનિંગની મદદથી મહિલા વન ડે ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો વિજય લક્ષ્યાંક પાર પાડીને
દ. આફ્રિકા સામે 2 વિકેટે વિક્રમી અને રોમાંચક જીત મેળવી હતી. આફ્રિકા મહિલા ટીમના
6 વિકેટે 346 રનના જવાબમાં કિવિઝ મહિલા ટીમે 49.4 ઓવરમાં 8 વિકેટે 3પ0 રન કરી 2 વિકેટે
રેકોર્ડબ્રેક વિજય હાંસલ કર્યોં હતો. ન્યુઝીલેન્ડ મહિલા ટીમે ભારતીય ટીમનો રેકોર્ડ
તોડયો હતો. ભારતીય મહિલા ટીમે વન ડે વિશ્વ કપ-2026 સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ
339 રનનું લક્ષ્ય હાંસલ કર્યું હતું.
શ્રેણીના
બીજા વન ડેમાં કિવિઝ કેપ્ટન એમિલિયા કેરે 139 દડામાં 23 ચોક્કા-1 છક્કાથી અણનમ 179
રન કર્યાં હતા. આ સિવાય ઇસાબેલ ગેજના 68 રન હતા. આ પહેલા આફ્રિકા તરફથી લોરા વુલફાર્ટના
69 અને અન્નેકા બોશના 91 રનથી પ0 ઓવરમાં 6 વિકેટે 346 રન થયા હતા.