PNGRB
સચિવે કહ્યું, કેટલાક મહિના ચાલે તેવી રીતે પુરવઠો વધારવો અશક્ય
નવીદિલ્હી,
તા.1 : ભારતમાં તરલ ઇંધણનો મોજૂદ ભંડાર દેશની 20થી 40 દિવસની જરૂરિયાત પૂરી કરવા માટે
પૂરતો હોવાનું પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ(પીએનજીઆરબી)ના સચિવ અંજન
કુમાર મિશ્રાએ કહ્યું છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, આ ભંડાર અનેક મહિનાઓ સુધી
ચાલે તેવી રીતે વધારી શકાય નહીં. જો કે ડરવાની જરૂર ન હોવાનું પણ કહ્યું હતું.
નવીદિલ્હીમાં
આયોજિત પીએચડીસીસીઆઇ હાઇડ્રોકાર્બન સમિટ 2026 દરમિયાન વર્તમાન ઊર્જા સ્થિતિ અને વૈશ્વિક
સંકટની ચર્ચા કરતા મિશ્રાએ કહ્યું હતું કે, આપણી પાસે પહેલાથી જ ઇંધણનો અનામત જથ્થો
છે. જેને એવી રીતે ન વધારી શકાય કે અનેક મહિનાઓ સુધી ચાલે.