• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ઈઝરાયલના એક્ઝિટ પોલ : નેતન્યાહૂની સરકાર ગબડશે ?

વિપક્ષી ગઠબંધનને સરકાર રચવાનો મોકો મળે તેવી વકી : અરબ પાર્ટીઓના હાથમાં સત્તાની ચાવી

નવીદિલ્હી, તા.28 : ઈઝરાયલમાં મોટો ખેલા થવાની આશંકા છે. મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ માટે ચિંતાજનક ચિત્ર ખડું થઈ રહ્યંy છે. નેતન્યાહૂ સામે વિપક્ષી ગાડી આઇજનકોટ જૂથ આગળ ચાલી રહ્યું છે જ્યારે નેતન્યાહૂની લિકુડ પાર્ટીની આગેવાનીવાળું ગઠબંધન થોડી બેઠકો ઉપર પાછળ રહી જાય તેવો વરતારો આવ્યો છે.

ઈઝરાયલની સંસદ કહેવાતી નેસેટમાં કુલ 120 બેઠકો છે અને ત્યાં સરકાર બનાવવા માટે 61 બેઠકોની આવશ્યકતા હોય છે. જો કોઈપણ ગઠબંધનને 61 બેઠકો ન મળે તો દેશમાં લઘુમતી સરકાર અથવા તો નવેસરથી ચૂંટણીનાં સંજોગો ઉભા થાય છે. ત્રણ મોટાં ટીવી નેટવર્ક તરફથી મતદાન બાદ જારી કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં લઘુમત સરકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આઈજનકોટને પહેલીવાર સરકાર રચવાની તક મળી શકે છે.

એક્ઝિટ પોલનાં અનુમાન મુજબ વિપક્ષને પ2થી પ3 બેઠકો ઉપર જીત મળે તેમ છે જ્યારે નેતન્યાહૂનાં ગઠબંધનને પ0 બેઠકોએ અટકી જવું પડે તેવી સ્થિતિ છે. જો કે ચૂંટણીમાં તેમનો પક્ષ લિકુડ પાર્ટી 24-2પ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવશે.

18 જેટલી બેઠકો અરબ પાર્ટીઓને મળે તેવી શક્યતા છે. જેનાં તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, તે બેમાંથી એકપણ ગઠબંધનને સમર્થન આપશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક