10
હજાર કરોડ ખર્ચાશેઃ પહેલી જુલાઇ, 2026થી અમલી
નવી
દિલ્હી, તા. 28 ઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં સરકારે બુધવારે મોંઘવારી
ભથ્થાં (ડીએ)માં ત્રણ ટકાનો વધારો કર્યો હતો. આ નિર્ણયથી કેન્દ્રના 48 લાખ કર્મચારી
અને 68 લાખ પેન્શનર મળીને કુલ 1.16 કરોડ કર્મીને લાભ થશે. વધેલું ડીએ પહેલી જુલાઇ-2026થી
લાગુ થશે.
મોંઘવારી
ભથ્થામાં આ ત્રણ ટકાનો વધારો આપવા માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાથી વધુ ભંડોળની
જોગવાઇ કરી છે તેવું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
આજની
તારીખે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 60 ટકા છે, જે હવે વધીને 63 ટકા થઇ જશે, જેના પગલે
દરમહિને મળતા પગારની રકમમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે
મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળ (કેબિનેટ)ની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો હતો.ડીએ વધારો
જુલાઇથી જ લાગુ થવાનો હોવાથી જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું એરિયર્સ પણ ઓક્ટોબરમાં
મળનારા પગાર અને પેન્શન સાથે ચૂકવી દેવાય તેવી શક્યતા છે.
મતલબ
એ થયો કે, ઓક્ટોબરમાં વધેલા ડીએ સાથે પગાર, પેન્શનની સાથોસાથ જૂના ત્રણ મહિનાનો વધારો
દિવાળી પહેલાં એકસાથે મળી જશે.
સાતમા
પગારપંચની ભલામણોના આધારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય સરકારે
લીધો છે.
ખાસ
ઉલ્લેખનીય છે કે, આઠમા પગારપંચની રચના વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં નવા ડીએ
વધારાના સંબંધમાં ચિંતાઓ હતી.
કેન્દ્ર
સરકાર મોંઘવારીની અસરને ઓછી કરવાના હેતુ સાથે દરવર્ષે બેવાર જાન્યુઆરી અને જુલાઇમાં
મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરતી હોય છે.
કન્ટેનર
મેન્યુફેક્ચરિંગ યોજનાને કેબિનેટની મંજૂરી ઃ 10 હજાર કરોડનું ભંડોળ
નવીદિલ્હી,
તા.28 ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની
બેઠકમાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ(સીએમપીએસ)ને મંજૂરી આપવામાં આવી હતી.
આ યોજના માટે વર્ષ 2039-40 માટે 10,000 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
આ યોજનાનો હેતુ ભારતમાં વિશ્વસ્તરીય કન્ટેનર નિર્માણ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો, આયાત
ઉપર નિર્ભરતા ઘટાડવાનો અને આપૂર્તિ સાંકળને મજબૂત બનાવવાનો છે. આ ઉપરાંત સ્થાનિક શાસન
વ્યવસ્થાને મજબૂત કરવાનાં ઉદ્દેશથી પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના(પીએમ વીજીએસવાય)
મંજૂર કરવામાં આવી છે અને તેનાં માટે 7395 કરોડ રૂપિયા ખર્ચાશે. તદુપરાંત 2026થી
2033-34 માટે 1856.67 કરોડ રૂપિયાનાં ખર્ચે ખેલો ઈન્ડિયા ખેલો સામાન મેન્યુફેક્ચરીંગ
યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટના
આ નિર્ણયથી આશરે 3 હજાર જેટલા પ્રત્યક્ષ અને 50 હજાર જેટલી પરોક્ષ રોજગારીનું નિર્માણ
થશે. કોર્નર કાસ્ટિંગ, વિશેષ સ્ટીલ, લાકડાની ફ્રેમ અને રંગરોગાન જેવા સહાયક ઉદ્યોગોને
પણ આનાથી પ્રોત્સાહન મળશે. નવા નિર્માણ એકમોની સ્થાપના સાથે મોજૂદ એકમોનાં વિસ્તરણમાં
પણ તે સહાયક બનશે. આનાથી ભારતની વાર્ષિક ઘરેલું કેન્ટનર નિર્માણ ક્ષમતા 10 ગણી વધીને
7.5 લાખ ટીઈયુ સુધી પહોંચવાની આશા છે.
કેન્દ્રીય
સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ 2026-27થી 2030-31 સુધી
લાગુ થનાર આ યોજનાને કેન્દ્ર પ્રાયોજિત યબોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. જેમાં
ગ્રામ પંચાયતોનાં વિકાસની યોજનાને વ્Îાપક બનાવવા અને ગામોમાં પારદર્શન અને જવાબદાર
પ્રશાસનને પ્રોત્સાહન આપવાનો છે. જેનો લાભ 2.55 લાખથી વધુ ગ્રામ પંચાયતો અને સ્થાનિક
સ્વરાજની સંસ્થાઓનાં 32 લાખ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાભ મળશે. આ ઉપરાંત ખેલો ઈન્ડિયા
ખેલો સામાન મેન્યુફેક્ચરીંગ યોજનામાં ઉત્પાદન, ટેકનોલોજી, શોધ, નિકાસને વધારવા અને
ભારતની વૈશ્વિક સ્થિતિ મજબૂત કરવાં ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.