નવીદિલ્હી, તા.27: પશ્ચિમ બંગાળના
કોલકાતામાં એક સગીર છોકરા અને તેના પિતાને કથિત રીતે નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવાના
મામલે પોલીસે આરોપીઓ સાથે ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. પોલીસે ધરપકડ કરાયેલા
ત્રણ આરોપીને ફક્ત અંડરવેર પહેરાવીને રસ્તા પર ચલાવ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓ
પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં
આરોપીઓની કમર સાથે દોરડાં બાંધેલાં જોવા મળે છે અને લોકો તેમના વીડિયો બનાવતા નજરે
પડે છે. હકીકતમાં, આ મામલો એક સગીર છોકરા અને 13 વર્ષની છોકરી સાથે સંબંધિત છે. પોલીસના
જણાવ્યા અનુસાર, રવિવારે છોકરો પોતાના એક મિત્ર સાથે છોકરીને મળવા પહોંચ્યો હતો. આ
દરમિયાન છોકરીના કાકાએ કથિત રીતે બન્નેને એકબીજાને કિસ કરતા જોઈ લીધા હતા. ત્યારબાદ
તેમણે આ અંગે છોકરીના પિતા અને કાકાને જાણ કરી હતી. પછી સગીર અને તેના પિતાને નિર્વત્ર
કરીને રસ્તા ઉપર ફેરવવામાં આવ્યા હતા.