• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ટ્રેન ઉથલાવવાના કાવતરામાં બે આરોપીઓને જન્મટીપ

કુંડલી-બોટાદ વચ્ચે પાટા પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેન ઉથલાવી મુસાફરોને લૂંટવાનો ઇરાદો હતો

બોટાદ, તા.28 : કુંડલી-બોટાદ વચ્ચે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકીને પેસેન્જર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવાના ગંભીર કેસમાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બે આરોપીઓને જન્મટીપની સખત કેદની સજા ફટકારી છે.

તા. 25 સપ્ટેમ્બર, 2024ના રોજ ઓખા-ભાવનગર ટ્રેન નંબર 19210 કુંડલીથી બોટાદ તરફ પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન સાથે કોઈ વસ્તુ અથડાતાં ટ્રેન અચાનક અટકી ગઈ હતી. તપાસમાં રેલવે પાટાનો ટુકડો ટ્રેક પર મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. મુસાફરોથી ભરેલી ટ્રેન ઉથલાવી લૂંટ કરવાના ઇરાદે આ કૃત્ય કરાયું હોવાનો આરોપ હતો.

આ કેસમાં અળવ ગામના રમેશભાઈ ઉર્ફે રમુડિયો કાનજીભાઈ સલિયા અને જયેશભાઈ ઉર્ફે જયલો નાગરભાઈ બાવળિયાની પોલીસે ધરપકડ કરી હતી.  આ કેસ કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ કે. એમ. મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષ સહાય જે. પરાશરે બન્ને આરોપીઓને જન્મટીપની સખત કેદની સજા ફટકારી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક