• મંગળવાર, 14 મે, 2024

કોંગ્રેસને દેશની ઉપલબ્ધિઓ ઉપર શરમ આવે છે : મોદી

કર્ણાટકના બેલગાવીમાં પીએમનો ચૂંટણી પ્રચાર: હુબલી હત્યાકાંડનો      પણ ઉલ્લેખ કર્યો

બેલગાવી, તા. 28 : લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલગાવીમાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દેશહિતથી એટલી દુર થઈ છે કે દેશની ઉપલબ્ધીઓ તેને સારી લાગી રહી નથી. મોદીએ આરોપ મુક્યો હતો કે કોંગ્રેસને ભારતની ઉપલબ્ધીઓ ઉપર શરમ આવે છે. હુબલી હત્યાકાંડને લઈને પણ પીએમ મોદીએ સત્તારુઢ કોંગ્રેસ સરકાર ઉપર પ્રહાર કર્યો હતો અને કોંગ્રેસ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ અને રાની ચિનમ્માનું અપમાન કરવાનો આરોપ મુક્યો હતો.

રેલી દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત જ્યારે મજબુત થાય છે ત્યારે દરેક ભારતીય ખુશ થાય છે. જો કે કોંગ્રેસ દેશહિતથી એટલી દુર છે કે તેને દેશની ઉપલબ્ધી સારી લાગતી નથી. ભારતની દરેક સફળતા ઉપર કોંગ્રેસને શરમ આવે છે. ઈવીએમના બહાને કોંગ્રેસે પુરી દુનિયામાં દેશને બદનામ કરવાની કોશિશ કરી છે. કોંગ્રેસ માનસિક રીતે અંગ્રેજોની ગુલામીમાં જ જીવે છે. છેલ્લા 10 વર્ષમાં ભાજપ, એનડીએ સરકારે દેશના નાગરીકોના ઈઝ ઓફ લિવિંગ માટે ઘણું કામ કર્યું છે. જેનું મોટું ઉદાહરણ ભારતીય ન્યાય સંહિતા છે. જેમાં દંડને નહી પણ ન્યાયને પ્રાથમિકતા આપવામાં આવી છે.

હુબલીમાં કોંગ્રેસ કોર્પોરેટરની પુત્રીની હત્યા મામલે પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, હુબલીમાં જે બનાવ બન્યો તેનાથી દેશમાં હડકંપ છે. પુત્રીનો પરિવાર કાર્યવાહીની માગ કરતો રહ્યો પણ કોંગ્રેસની સરકાર તુષ્ટીકરણના દબાણને જ પ્રાથમિકતા આપતી રહી છે. કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતા પીએમએ કહ્યું હતું કે કોંગ્રેસને નેતા જેવી દિકરીઓના જીવની કિંમત નથી પણ વોટ બેંકની ચિંતા છે. બેંગલોરના કાફેમાં વિસ્ફોટ થયો તો પણ ગંભીરતા ન આવી. ગેસ સિલિન્ડર ફાટયું હશે તેવું નિવેદન આપી દેવાયું હતું. કોંગ્રેસ દેશની જનતાની આંખોમાં ધુળ ફેંકી રહી છે. સિર્સિમાં સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે મોદી મજા કરવા માટે પેદા નથી થયો. પરમાત્માએ લોકોની સેવા માટે મોકલ્યો છે. લોકોનું સપનું મોદીનો સંકલ્પ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024