• મંગળવાર, 14 મે, 2024

ઉત્તરાખંડના જંગલોમાં આગ બેકાબૂ : ભારે તારાજી

ર4 કલાકમાં ર3 જગ્યાએ, સપ્તાહમાં રરપ ઘટના : હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ

નૈનિતાલ, તા.ર8 : જળવાયુ પરિવર્તન અને સતત વધી રહેલા તાપમાન વચ્ચે ઉત્તરાખંડમાં નૈનિતાલ સહિત જિલ્લાઓના જંગલોમાં લાગેલી આગ સપ્તાહ બાદ પણ કાબૂમાં આવી નથી. અનેક જિલ્લામાં પહાડો વચ્ચે આવેલા જંગલ આગમાં ભભૂકી રહયા છે, ધુમાડાના ગોટા ફરી વળ્યા છે અને છેલ્લા ર4 કલાકમાં જ ર3 જગ્યાએ જંગલ સળગ્યાનું સામે આવ્યુ છે. આગ શા કારણે લાગી ? તે હજુ સ્પષ્ટ થયુ નથી. જો કોઈએ કાંડી ચાંપી હશે તો આકરી કાર્યવાહી કરવાની ચીમકી વન્ય વિભાગે આપી છે.

ઉત્તરાખંડમાં જંગલોમાં ભારે તારાજી થઈ છે અને ભભૂકેલો દવ કાબૂમાં લેવા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવી પડી છે. નજીકના સરોવરોમાંથી હેલિકોપ્ટરની મદદથી પાણી લઈને આગ બુઝાવવા પ્રયાસ ચાલુ છે. જંગલોની આગ હાઈકોર્ટના આવાસીય પરિસર સુધી પહોંચી જતાં બૂઝાવવા તુરંત કાર્યવાહી કરાઈ હતી. છેલ્લા એક સપ્તાહમાં કુમાઉંના જંગલમાં આગની રરપ ઘટના બની હતી. ર88 હેકટર જંગલમાં વન્ય સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યુ છે.બાગેશ્વરમાં ફાકલીગૈર મૈગ્નેસાઈટ ફેકટરીનું કાર્યાલય આગની ઝપટે ચઢી ગયુ હતુ. વન્ય અધિકારીઓ અનુસાર કુમાઉંમાં નૈનિતાલ અને ચંપાવત જિલ્લાનું જંગલ ખુબ સંવેદનશીલ બન્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024