• મંગળવાર, 14 મે, 2024

બેટિંગ એપ કેસ : અભિનેતા સાહિલ ખાન ચાર દિવસની કસ્ટડીમાં

પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો : કોર્ટમાં બેટિંગ એપ સાથે સાહિલના એગ્રીમેન્ટ રજૂ કરવામાં આવ્યા

નવી દિલ્હી, તા. 28 : અભિનેતાથી બિઝનેસમેન બનેલા સાહિલ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. એક્ટરને બેટિંગ એપ કેસમાં હિરાસતમાં લેવામાં આવ્યો હતો. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાસપોર્ટ જપ્ત થયો હતો. કોર્ટે સાહિલ ખાનની જામીન અરજી ખારિજ કરતા ચાર દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે. સાહિલ ખાનને હિરાસતમાં લીધા બાદ મુંબઈ પોલીસે શિંદેવાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં સાહિલે પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો હતો. કહેવાય છે કે પોલીસ એફઆઈઆરમાં સાહિલ ખાનનું નામ નથી. મહાદેવ બેટિંગ એપ અને ધ લાયન બેટિંગ એપ સાથે થયેલા એગ્રીમેન્ટની એક કોપી જમા કરાવવામાં આવી છે. એગ્રીમેન્ટ મુજબ સેલેબ હોવાના નાતે સાહિલની ભૂમિકા સીમિત હતી. તેના નામે કોઈ સીમ કાર્ડ નોંધાયું નથી. એક્ટરના બેંક સ્ટેટમેન્ટ પણ જમા કરવામાં આવ્યા છે. સાહિલે કોઈપણ વાંધા વિના પોલીસનો પુરો સહયોગ કર્યો હતો અને દરેક જાણકારી આપી હતી. એગ્રીમેન્ટ મુજબ સાહિલને દર મહિને ત્રણ લાખ મળવાના હતા. આ સમજૂતિ 22 લાખ રૂપિયાની હતી. આ તમામ બાબતોને ધ્યાને રાખીને કોર્ટે સાચ દિવસની કસ્ટડી મંજૂર કરી છે.

આ પહેલા મુંબઈ પોલીસે વધુ એક શખસની બેટિંગ એપ કેસમાં ધરપકડ કરી હતી. સાહિલ ખાન બીજી વ્યક્તિ છે જેને હિરાસતમાં લેવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024