• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

કાલે દશેરાઃ ફાફડા-જલેબી સાથે અવનવી મીઠાઈનો સ્વાદોત્સવ

વહેલી સવારથી જ ફરસાણ

અને મીઠાઈની દુકાનોમાં લાંબી કતાર લાગશે, ભાવમાં

10-15 ટકાનો વધારો

250થી વધુ પ્રકારની મીઠાઈઓ ઃ રૂ.680થી રૂ.1600 સુધીના ભાવ


રવિ સરવૈયા

રાજકોટ,તા.18ઃ નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ મંગળવારે આસુરી શક્તિ ઉપર વિજયના પર્વ વિજયાદશમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે.દશેરાએ અવનવી મીઠાઈ અને ફાફડા-જલેબી આરોગવાનું વિશેષ મહત્વ રહેલું છે. શહેરમાં મીઠાઈની દુકાનોમાં અવનવી મીઠાઈઓનું વેંચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે 250થી વધુ પ્રકારની વેરાયટી જોવા મળશે. જોકે મીઠાઈની મોજ થોડી મોંધી બની છે. ડ્રાયફ્રુટ અને કાચા માલના ભાવમાં વધારાને લીધે મીઠાઈના ભાવમાં 10-15 ટકા જેટલો વધારો થયો છે. આમ છતા રાજકોટીયન્સ ભાવવધારાને ભુલી હોંશે-હોશે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

શિવ શક્તિ ડેરી એન્ડ સ્વીટના જગદીશ અકબરીએ જણાવ્યુ કે આ વર્ષે દશેરામાં 5250થી વધુ પ્રકારની અવનવી મીઠાઈઓ ઉપલબ્ધ છે. જેમાં ચાલુ વર્ષે ડ્રાયફ્રુટ ઓરેન્જ રોલ, રોઝ એક્ઝોટીકા, ડ્રાયફ્રુટ પિસ્તા એપલ, કાજુ આલ્મંડ, ગોલ્ડન પોકેટ, રૂપ મસ્તાની ઘારી કિવિ લાડો જેવી નવી મીઠાઈની ખૂબ માગ રહેલી છે. આ ઉપરાંત દુઘ અને ડ્રાયફ્રૂટની મીઠાઈ લોકો પસંદ કરી રહ્યા છે.

ખોડીયાર ડેરી વાળા નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વર્ષે કાજુ પુનાફા, કાજુ પીઝા અને કાજુ ક્રોકોક્રન્ચ જેવી નવી મીઠાઈ સાથે ઓરીયો, બ્લુબેરી, રસમાધુરી જેવી મીઠાઈની માગ છે.

જોકે દશેરા મનાવવા આ વર્ષે મોંઘા પડશે કારણ કે વૈશ્વિક યુધ્ધની અસરથી ડ્રાયફ્રુટ ખૂબ મોંઘા થયા છે. બીજી તરફ મીઠાઈમાં સૌથી વધુ ઉપયોગ થતી ખાંડના ભાવમાં પણ તેજી છે. કાચો માલ મોંઘો બનતા મીઠાઈના ભાવમાં 10-15 ટકાનો વધારો થયો છે. મીઠાઈનો ભાવ રૂ. 680થી લઈ રૂ. 1600 સુધી છે. ફાફડાનો કિલોનો ભાવ રૂ. 600-800 અને જલેબીનો ભાવ રૂ. 700-1200 સુધી છે.

મોંધવારીના કારણે મીઠાઈઓના ભાવ વધતા લોકો સસ્તી મીઠાઈ તરફ વળી ગયા છે. જેથી ક્વોલીટી મીઠાઈમાં ઘરાકી ઓછી છે.આમ છતા દશેરાના દિવસે સારી ઘરાકી જોવા મળશે. દશેરા ઉપર લોકોમાં મીક્સ મીઠાઈની ડિમાન્ડ વધુ રહે છે. જેથી બજારમાં મિક્સ મિઠાઈના તૈયાર બોક્સ મળી રહ્યા છે. મિક્સ મિઠાઈના બોક્સનો એક કિલોનો ભાવ રૂ. 700-900 ચાલી રહ્યો છે.

 

 

વરસાદની અછત અને મોંઘવારીને લીધે મીઠાઈ બજારને ફટકો

મીઠાઈના વેપારીના જણાવ્યા મુજબ દર વર્ષે કોર્પોરેટ એકમો, ઉદ્યોગ ગૃહો, ખાનગી કંપનીઓ અને પેઢીઓ દશેરાએ કર્મચારીઓને મીઠાઈના પેકેટ આપતા હોય છે. જેથી તેના ઓર્ડર પણ મળતા હોય છે. જોકે ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતા પરિસ્થિતિ ખરાબ છે. વર્ષ નબળું જવાની દહેશત છે. જ્યારે મોંઘવારી પણ કારણભૂત છે. જેના લીધે મોટા ભાગના કોર્પોરેટ એકમોએ દશેરાએ કર્મચારીઓને મીઠાઈ આપવાનું માંડી વાળ્યું છે અને દિવાળી પર જોશું તેમ વિચારી રહ્યા છે. જેના લીધે હજુ સુધી ઓર્ડર મળ્યા નથી. જેથી મીઠાઈના વેપારીને ફટકો પડÎો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026