• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

લિરેનની વાપસી : 12મી બાજીમાં ગુકેશને હાર આપી

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં બન્ને ખેલાડી 6-6 પોઇન્ટની બરાબરી પર

સિંગાપોર, તા. 9: ભારતીય 18 વર્ષીય ચેલેન્જર ડી. ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં જીતનો ક્રમ જાળવી શક્યો નથી. વર્તમાન ચેમ્પિયન ચીનના ગ્રાંડમાસ્ટર ડિંગ લિરેને આજે રમાયેલ 12મી ગેમમાં જોરદાર વાપસી કરીને મહત્વપૂર્ણ જીત હાંસલ કરી છે. આથી બન્ને ખેલાડી હવે 6-6 પોઇન્ટની બરાબરી પર આવી ગયા છે. ક્લાસિક ફોર્મેટમાં રમાઇ રહેલ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની હવે માત્ર બે બાજી જ બાકી રહી છે. જીત માટે 7.પ અંકની જરૂર રહે છે. જો બન્ને ખેલાડી બરાબરી પર રહેશે તો ફેંસલો ફાસ્ટર ટાઇમ કન્ટ્રોલના આધારે થશે.

ગઇકાલે ગુકેશની 11મી બાજીમાં જીત થઈ હતી, પણ આજે તે જીતનો ક્રમ જાળવી શક્યો ન હતો. લિરેન સાથેની તેની આ ગેમ પણ લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી. બાકીની બે ગેમ બુધ-ગુરુવારે રમાશે. મંગળવાર રેસ્ટ ડે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં 13 વર્ષના ભાઈના હાથે એક વર્ષની બહેનની હત્યા રડતી બહેન શાંત નહીં થતાં ગળું દબાવી દીધું January 24, Fri, 2025