એક-બે દિવસમાં પરિવાર સિડની પહોંચશે: ભારતીય ખેલાડીની ઇજા પર ઇઈઈઈંએ જાણકારી આપી
નવી
દિલ્હી, તા.27: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ખાતે રમાયેલા તા. 2પ નવેમ્બરે ત્રીજા વન
ડે દરમિયાન ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરને કેચ લેતી વખતે ગંભીર ઇજા થઇ હતી. આથી તેને
મેદાન બહાર લઇ જવાયો હતો અને હોસ્પિટલ ભેગો કરાયો હતો. હવે આજે એવા રિપોર્ટ સામે આવ્યા
છે કે શ્રેયસ અય્યરને ઇન્ટરનલ બ્લીડિંગ (આંતરિક રક્તત્રાવ)ને લીધે આઇસીયૂમાં રાખવામાં
આવ્યો હતો. હવે આજે તે આઇસીયૂની બહાર આવ્યો છે. તેની હાલત પહેલા કરતા સારી છે. તેને
હજુ કેટલાક દિવસ સિડનીની હોસ્પિટલમાં રહેવું પડશે. બીસીસીઆઇના ડોક્ટર શ્રેયસની સ્થિતિ
પર નજર રાખી રહ્યા છે.
એવું
પણ જાણવા મળે છે કે શ્રેયસ અય્યરનો પરિવાર ટૂંક સમયમાં સિડની રવાના થશે. તેમના જવા
માટે તમામ પ્રકારની વ્યવસ્થા બીસીસીઆઇએ કરી છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેકસ કેરીનો કેચ લેતી વખતે શ્રેયસને ઇજા
થઇ હતી. તે કવરમાં પાછળની તરફ દોડયો હતો અને આબાદ કેચ ઝડપી લીધો હતો. આ દરમિયાન તે
પડી ગયો હતો અને છાતી નીચે પડખામાં ઇજા પહોંચી હતી. બાદમાં ફેફસામાં ઇજા થઇ હોવાનું
બહાર આવ્યું હતું. આ ઇજા પછી તેની મેદાન પર ક્યારે વાપસી થશે તે સ્થિતિ હજુ સ્પષ્ટ
થઇ નથી. ભારતીય ટીમે નવેમ્બરના અંતમાં દ. આફ્રિકા સામે વન ડે શ્રેણી રમવાની છે. જે
શ્રેયસ અય્યર લગભગ ગુમાવી શકે છે. તે ભારતની ટેસ્ટ અને ટી-20 ટીમનો પાછલા કેટલાક સમયથી
હિસ્સો નથી.