ગુવાહાટી, તા.31 : પોતાના 1પમા જન્મદિનના 3 દિવસ બાદ વૈભવ સૂર્યવંશીએ આઇપીએલમાં 1પ દડામાં આતશી અર્ધસદી ફટકારી હતી. આથી રાજસ્થાન રોયલ્સે 128 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક 12.1 ઓવરમાં જ હાંસલ કરીને સીએસકેને 8 વિકેટે સજ્જડ હાર આપી હતી. મેચ બાદ વૈભવે કહ્યંy હું ડિફેન્સ વિશે વિચારું છું, પણ આજે પાવરપ્લેનો ફાયદો લેવાનો મોકો હતો.
વૈભવે
જણાવ્યું કે સીએસકેને 127 રનમાં ઓલઆઉટ કર્યા બાદ અમારી યોજના પાવરપ્લેનો પૂરો ફાયદો
ઉઠાવવાની હતી. શરૂઆતમાં બોલ ધીમા આવી રહ્યા હતા. આ પછી બેટ પર બોલ બરાબર આવી રહ્યો
હતો. હું ડિફેન્સ વિશે વિચારું છું, પણ આજે અમારી યોજના પાવરપ્લેમાં રન કરવાની હતી.
એથી આક્રમક અંદાજ અપનાવ્યો.
પાવરપ્લેમાં
વૈભવ સૂર્યવંશીએ સીએસકેના તમામ બોલર્સની ધોલાઈ કરીને 16 દડામાં પ છક્કા અને 4 ચોક્કાથી
બાવન રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે કહ્યું ટીમ મેનજમેન્ટે મને નેચરલ ગેમ રમવાની
આઝાદી આપી છે.