નવા કેપ્ટન જો રૂટની જાહેરાત
લંડન, તા.13ઃ સ્ટાર બેટર જો રૂટના કેપ્ટન બન્યા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર મુકવામાં આવેલો લેઈટ નાઈટ કફર્યુ હટાવી દેવામાં આવ્યો છે. સ્ટોક્સના કેપ્ટનશીપ કાર્યકાળ દરમિયાન મોડી રાત્રીની કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓને લીધે ઈંગ્લેન્ડે એન્ડ વેલ્સ બોર્ડના ડાયરેક્ટર રોબ કીએ ખેલાડીઓ પર મધ્ય રાત્રીએ બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.
બેન સ્ટોક્સ કેપ્ટન હતો ત્યારે જૂન મહિનામાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધની શ્રેણી દરમિયાન તેણે કફર્યુના નિયમનો ભંગ કર્યો હતો. આથી તેના પર એક ટેસ્ટનો પ્રતિબંધ મુકાયો હતો. બાદમાં તેણે અચાનક જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી દીધો હતો. જે પછી રૂટ ફરી ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન નિયુક્ત થયો હતો.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નવા યુગની શરૂઆત આવતા સપ્તાહે પાકિસ્તાન વિરુદ્ધની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. આ પહેલા કેપ્ટન રૂટે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પ્રકારનો લેઈટ નાઈટ કફર્યુ નથી. ખેલાડીઓ ખુદ તેમની જવાબદારી સમજે. તેઓ નિર્ણય લેવા સક્ષમ છે. કપ્તાન રૂટે ખેલાડીઓને અપીલ કરી છે કે, તેઓ ખુદને નિયંત્રણમાં રાખે અને વિવાદથી દૂર રહે.