• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ચુલી ગામની સીમમાંથી 2.60 લાખના દારૂના જથ્થા સાથે શખસ ઝડપાયો

ધ્રાંગધ્રા, તા.12: ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમમાં આવેલા ખરાબા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. ચુડાસમા અને સ્ટાફને બાતમી મળી હતી કે, ગોપાલગઢ ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ અને હેરાફેરી કરવામાં આવી રહી છે. પોલીસે સ્થળ પર દરોડો પડતા પોલીસને જોઈને ગાડીઓ પાસે ઊભેલા મુખ્ય આરોપીઓ અંધારાનો લાભ લઈને ભાગવામાં સફળ રહ્યા હતા. જોકે, સ્થળ તપાસ દરમિયાન પોલીસને ચિંતન ભરતભાઈ કરકટા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સ્કોર્પિયો અને સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી રૂ.2,15,040ની કિંમતની વિદેશી દારૂની 1536 બોટલ અને રૂ.45000ની કિંમતના 360 બિયરના ટીન તેમજ બંને વાહનો મળી કુલ રૂ.15,60,040નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણે ચિંતન કરકટા, વિપુલ ઉર્ફે ભુરો ગણેશભાઈ આડેસરા અને નરેશ અવસરભાઈ ધામેચા વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક